Wednesday, 7 January 2015

Vibrant Gujarat (@vibrantgujarat) Model Goes Global






Impressed by the ongoing Vibrant Gujarat Summit, Serbia has approached Ahmedabad-based Global Network, an international trade consulting firm, to help organise ‘Vibrant Serbia’ in the European country on the same lines in August.

A team from Serbia had participated in the Vibrant Gujarat Summit in 2013, and that country is participating in this year’s summit as well.

“They (Serbia) want to do a three-day summit-cum-exhibition, which will be addressed by their top leaders.

"Country partners will be invited to join; also, there will be seminars, national and international exhibitions, business-to-business (B2B) meetings and video conference meets.

Besides, cultural programmes will be held on each day,” said Jagat Shah, chief executive officer, Global Network, in Ahmedabad on Wednesday.

Shah said it would be both an international and a regional event for the Balkans, and India, among others, will be their country partners.

“Romania, Bulgaria, Turkey, Croatia, Slovenia, Bosnia, Macedonia and Albania are likely to join. Italy, Greece, Hungary, Israel, Russia, European Union, the US and China might also send delegations,” Shah said.

The Vibrant Gujarat Summit, brain-child of Prime Minister Narendra Modi, then the chief minister of Gujarat, had taken off in 2003.

In Modi’s words, “Gujarat’s development journey is now on auto pilot mode.

"With the support of stakeholders, it (Vibrant Gujarat) has grown from an investment promotion event to a growth propelling event.

"Vibrant Gujarat, which started as a business meet, has metamorphosed into an international knowledge-sharing platform.

"The Summit is not only a global event, but also a globally sought-after event.”

Modi plans to host chief executive officers of global firms at this year’s Summit, which is now called the ‘Davos of the East’.

Davos is a mountain resort in the Swiss Alps, which hosts the annual winter meeting of the World Economic Forum, attended by global business and political leaders, besides intellectuals.


Thursday, 1 January 2015

‘Mini Gujarat’ straddles 129 out of World’s 190 Countries


'Jyaan jyaan vase ek Gujarati, tyaan, tyaan sadakaal Gujarat'. This verse written in the first half of the 20th century by poet Ardeshar Khabardar has proved prophetic. Today, people of Gujarati origin can be found in as many as 129 out of the 190 countries listed as sovereign nations by the United Nations. 

The Vishwa Gujarati Samaj (VGS) claims this is indicated by the data it has collected over the last two decades. Incidentally, the central government puts the number of countries where Indians have settled at just 110. 

Talking about the Gujarati diaspora, VGS president Krishnakant Vakharia told TOI, "The only countries where Gujaratis have not settled are those which are very small, undeveloped or are merely small islands without much business opportunity." 

Gujaratis comprise around 33% of the Indian diaspora worldwide. The US has the largest number of Gujaratis 15 lakh. The UK has the next largest (seven lakh) followed by Canada, Australia, South Africa and New Zealand. 

Interestingly, Gujarati families live even in Nauru, a nation of a little over 9,000 people located in the Pacific Ocean. This is the second smallest sovereign state in the world after the Vatican. 

People of Gujarati origin have not only inhabited Nasa's space station but they can be found even near the Arctic Circle. Yellowknife town in north Canada near the Arctic has a number of Gujaratis working for its diamond mines. Further, some sit in British House of Lords while the US President's team has several members of Gujarati origin. 

Historian Dwijendra Tripathi says the state's long coastline has helped Gujaratis in forging business ties with people of other cultures. Makrand Mehta, also a historian, believes commerce and culture go together. "Today, the Gujarati diaspora is next only to the Chinese diaspora in size," he said. 

Vakharia says the Gujarati diaspora, like that of the Jews, have retained their culture even as they have participated in the social life of their adopted countries. 

Monday, 27 October 2014

વડાપ્રધાન (@PMOIndia) @narendramodi ના કાર્યાલયની ઈન્ટરનેટ ઝડપ 34Mbps



વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કચેરીનું સ્થાન દેશ માટે અત્યંત મહત્વનું છે કારણ કે દેશના ઘણા અગત્યના નિર્ણયો અહીં લેવામાં આવે છે. હાલમાં જ વડાપ્રધાન કચેરી વિશે એક ચોંકાવનારી માહિતી જાહેર હિતની અરજીના આધારે જાહેર થઈ છે. જાહેરહિતની અરજીના આધારે માહિતી મળી છે કે વડાપ્રધાન કચેરીમાં 34 એમબીપીએસની સ્પિડ ધરાવતું ઇન્ટરનેટ વપરાય છે જે અત્યંત હાઈ સ્પિડ ઇન્ટરનેટ છે. નોંધનીય છે કે સામાન્ય રીતે દેશમાં 2એમબીપીએસની સ્પિડ ધરાવતું ઇન્ટરનેટ વપરાય છે જેની સ્પિડ વડાપ્રધાનની કચેરીના ઇન્ટરનેટ કરતા 17માં ભાગની છે. 

વિનોદ રંગનાથન નામની એક વ્યક્તિએ કરેલી જાહેરહિતની અરજીના જવાબમાં વડાપ્રધાનની કચેરીમાંથી જવાબ આપવામાં આવ્યો છે કે વડાપ્રધાનની કચેરીને નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા 34 એમબીપીએસની સ્પિડનું ઇન્ટરનેટ પુરુ પાડવામાં આવે છે. આ રિપોર્ટ વિશે વિનોદ રંગનાથને કહ્યું છે કે 'વડાપ્રધાનની કચેરીને આટલું ઝડપી ઇન્ટરનેટ મળતું હોય તો એમાં કંઈ જ ખોટું નથી. તેઓ લોકો સાથે હંમેશા જોડાયેલા રહે એ માટે તેમને આટલી સગવડ તો મળવી જોઈએ. અમેરિકામાં તો ગૂગલ ફાઇબર સામાન્ય નાગરિકોને 1 જીબીપીએસ જેટલું ઝડપી ઇન્ટરનેટ આપે છે.'  

ભારતમાં ઇન્ટરનેટની સરેરાશ મહત્તમ સ્પિડ 14 એમબીપીએસ છે અને ભારતમાં માત્ર 1.2 ટકા લોકો જ 10 એમબીપીએસ કરતા વધું ઝડપી ઇન્ટરનેટ સુવિધાનો લાભ લઈ શકે છે. નોંધનીય છે કે ઓગસ્ટ મહિનામાં કેન્દ્ર સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી ડિજીટલ ઇન્ડિયા પ્રોજેક્ટને લીલી ઝંડી આપી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત એક લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરીને 2019 સુધી દેશના તમામ ગામોને હાઇ સ્પિડ ઇન્ટરનેટ આપવાનું આયોજન છે.

આ જાહેર હિતની અરજીને મળેલા જવાબના આધારે માહિતી મળી છે કે હાલમમાં વડાપ્રધાનના સત્તાવાર ટ્વિટર હેન્ડલ PMO @PMOIndiaને મેઇન્ટેઇન કરવા માટે બિલકુલ ખર્ચ નથી કરવામાં આવતો. હાલમાં આ ટ્વિટર એકાઉન્ટના ત્રણ મિલિયન કરતા વધારે ફોલોઅર્સ છે તેમજ એમાં 1,700 જેટલી ટ્વિટ કરાઈ છે.

Wednesday, 15 October 2014

ડો. અબ્દુલ કલામની વૈજ્ઞાનિકથી રાષ્ટ્રપતિ સુધીની કમાલનીયાત્રા



આજે ૧૫મી આક્ટોબર એટલે આપણા અગિયારમા રાષ્ટ્રપતિ, મિસાઇલ મેન અને યુવાનોના આદર્શ એવા ડો. અવુલ પકિર જૈનુલાઅબદીન અબ્દુલ કલામ (ડો. એ.પી.જે. અબ્દુલ કલામ)નો ૮૩મો જન્મદિવસ. તેમની બાળપણથી ભારતના રાષ્ટ્રપતિ બનવા સુધીની સફર, સ્ટ્રગલ, સંઘર્ષ આજે અનેક યુવાનો માટે પ્રેરણારૂપ છે. આવો તેમના જન્મદિન નિમિત્તે આ પ્રેરણારૂપ્ના જીવન પરથી પ્રેરણા મેળવીએ...

એક ગરીબ ઘરનો છોકરો વૈજ્ઞાનિક બની શકે? દેશનો રાષ્ટ્રપતિ બની શકે? દેશના કરોડો યુવાનો માટે પ્રેરણામૂર્તિ બની શકે? જો જવાબ ના આવતો હોય અને આ બધું અશક્ય લાગતું હોય તો એક વાર ડા. અબ્દુલ કલામને યાદ કરી લેવા જોઈએ. એક માછલી વેચતા પરિવારનો છોકરો આ દેશનો સૌથી મોટો વૈજ્ઞાનિક, કર્મઠ, રીયલ અને ખરાઅર્થમાં રાષ્ટ્રપતિ બની શકે છે. ડા. કલામ તેનું ઉદાહરણ છે. કદાચ એટલા માટે જ આજે ડા. કલામ ખરા અર્થમાં દેશના કરોડો યુવાનો માટે આદર્શ છે.

મિસાઈલ મેન તરીકે જાણીતા ડો. કલામે દેશનો મિસાઈલ્સ પ્રોગ્રામ આગળ ધપાવવામાં અને અણુશક્તિ સર્જનમાં પોતાની જિંદગી સમર્પિત કરી દીધી છે. ડો. કલામનો જન્મ ૧૫આક્ટોબર, ૧૯૩૧ના રોજ તમિલનાડુના રામેશ્ર્વરના ધનુષકોડી ગામમાં થયો. તેમના ત્રણ પરિવાર એક સાથે સંયુક્ત રીતે રહેતા. કલામના પાંચ ભાઈઓ અને પાંચ બહેનો છે. પિતા જૈનુલાઅબદીન માછલી વેચતા અને મછુઆરોને પોતાની ‘હોડી’ ભાડે પણ આપતા. પિતા જૈનુલાઅદ્દીનની એક ખાસિયત હતી. અને ખાસિયત હતી તેમનું અનુશાસન. તેઓ નિયમોના પાક્કા હતા. ડો. અબ્દુલ કલામ પર તેમના પિતાનો ખાસ્સો પ્રભાવ રહ્યો છે. કદાચ એટલા માટે જ અનુશાસનનો ગુણ ડો. કલામને તેમના પિતા તરફથી વારસામાં મળેલો છે. માતા અસીમા તરફથી મળેલા સંસ્કારો અને પિતા તરફથી મળેલ સાદગી અને અનુશાસને આજે કલામને સફળતાના શિખર પર બેસાડી દીધા છે. ડો. કલામ જે મકાનમાં રહેતા તે મોટું તો હતું પણ કાચું હતું. પિતા સાદગીમાં માનતા એટલે તેમના પિતાએ ક્યારેય ઘરમાં બિનજરૂરી સગવડો ઊભી કરી નહોતી. ડો. કલામ હંમેશાં કહે છે કે ભલે તે વખતે મારી પાસે સગવડ ન હતી પણ હું નિશ્ર્ચિત રીતે કહી શકું કે ભૌતિક રીતે તે વખતે મારું બાળપણ સંપૂર્ણ સલામત હતું.’

ડો. કલામ જ્યાં રહેતા હતા ત્યાં મુસ્લિમ પરિવારોની સાથે થોડા હિન્દુ પરિવારો પણ રહેતા હતા. તેમના વિસ્તારમાં એક મસ્જિદ હતી અને એક રામેશ્ર્વરમનું મંદિર પણ હતું. આ મંદિરના પૂજારી લક્ષ્મણ શાસ્ત્રી અને કલામના પિતા જૈનુલાઅબદ્દીન પાક્કા મિત્રો હતા. આ બંને મિત્રો ધર્મની, આધ્યાત્મિક પરંપરાની ચર્ચા કરતા અને ત્યાં ડા. કલામ નાનપણથી જ અધ્યાત્મ અને ધર્મને યોગ્ય રીતે સમજતા. ડો. કલામ બાળપણમાં પણ કુરાન અને ગીતાનો અભ્યાસ કરતા અને આજે પણ કરે છે. એટલે જ તેમનું આધ્યાત્મિક વ્યક્તિત્વ ખૂબ વિરાટ છે. ડો. કલામ આજે દેશના કરોડો લોકોના મનમાં રાજ કરે છે. કરોડો યુવાનો માટે ડા. કલામ પ્રેરણાદાયી છે. તેમનું વ્યક્તિત્વ પ્રભાવદાયી છે. તેના એક એક ભાષણમાંથી દેશના કરોડો યુવાનોને ઉત્સાહ, જુસ્સો મળે છે.

ઉચ્ચ શિક્ષણ...

એકવાર ડો. કલામે તેમના શિક્ષકને પૂછ્યુ કે ઐયર સાહેબ મારે શું બનવું જોઈએ. ત્યારે સાહેબે ડો. કલામને કહ્યું હતું કે હાલ તો તારે ધોરણ 8માં ઉત્તીર્ણ થવાનું છે. પછી હાઈસ્કૂલ અને પછી કાલેજમાં પહોંચવાનું છે. કાલેજમાં જ તને યોગ્ય મંજિલ અને લક્ષ્ય મળશે. ડા. કલામે કાલેજમાં ભૌતિક વિજ્ઞાનનો વિષય પસંદ કર્યો. ત્યાર પછી ડા. કલામે ‘મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી’માં ‘એરોનાટિક્લ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. આ રીતે ડા. કલામની જીંદગી રોકેટ એન્જિનિયરિંગ, અયરસ્પેસ એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી તરફ આગળ વધી.

પહેલું વ્યાખ્યાન...

૧૯૫૨માં ડો. કલામે પોતાનું પહેલું અને અદ્ભુત ભાષણ આપ્યું. આ ભાષણ ભારતના પ્રાચીન ગણિતજ્ઞો તથા ખગોળશાસ્ત્રીઓ ઉપર હતું. તેમણે આર્યભટ્ટ, શ્રીનિવાસ રામાનુજન, બ્રગુપ્ત અને ભાસ્કરાચાર્ય જેવા ભારતના મહાન ગણિતજ્ઞો પર ભાષણ આપ્યું. આ ભાષણ તેમના માટે અને ત્યાં હાજર રહેલા દરેક લોકો માટે યાદગાર હતું.

વ્યવસાયિક જીવન

ડો. કલામનું વ્યવસાયિક જીવન ૧૯૬૨થી શરૂ થયું. ઇસરોમાં તેમને પહેલી નોકરી મળી. અહીં તેમણે પહેલો સ્વદેશી ઉપગ્રહ બનાવ્યો. પ્રોજેક્ટ ડાયરેક્ટરના રૂપે ભારતનો પહેલો સ્વદેશી ઉપગ્રહ (એસ.એલ.વી.-3) મિસાઈલ બનાવવાનું શ્રેય ડા. અબ્દુલ કલામના ફાળે જ જાય છે. જુલાઈ ૧૯૮૦માં તેમણે રોહિણી ઉપગ્રહને પૃથ્વીની કક્ષાની નજીક તરતો મૂક્યો. આ સાથે જ ભારત અંતરિક્ષ ક્લબનો સભ્ય બન્યું. ઇસરોના લાન્ચ વ્હિક્લ પ્રોગ્રામ આજે જે સફળતા પ્રાપ્ત કરી રહ્યો છે તે ડા. કલામને આભારી જ છે. પછી તો ડો. કલામે સ્વદેશી ગાઇડેડ મિસાઇલ્સનું મોડલ તૈયાર કર્યું. ડો. કલામે અગ્નિ તથા પૃથ્વી જેવી સ્વદેશી ટેક્નોલોજીથી બનેલી મિસાઇલ્સ બનાવી. ડો. કલામ ૧૯૯૨થી ૧૯૯૯ સુધી સંરક્ષણમંત્રીના સલાહકાર તરીકે પણ રહ્યાં. તેમણે ભારતને ન્યુક્લિયર પાવર બનાવ્યું. ભારત શક્તિશાળી પરમાણુ ઊર્જા ધરાવતો શક્તિશાળી દેશ છે તે સાબિત કરવા ‘પોખરણ વિસ્ફોટ’ કર્યો જે વિસ્ફોટ ડો. કલામના નેતૃત્વમાં થયો. આ વિસ્ફોટના સફળ થવાના કારણે ભારતની ન્યુક્લિયર હથિયાર બનાવવાની શક્તિ વધી.

રાજનૈતિક જીવન

આમ તો ડો. અબ્દુલ કલામ રાજનીતિના માણસ ન કહેવાય પણ રાષ્ટ્રપતિ બન્યા પછી તેમણે જે કામ કર્યુ તેના પરથી નિશ્ર્ચિત રીતે કહી શકાય કે તેમને રાજનીતિના એકે-એક દાવપેંચ સારી રીતે આવડે છે. તેઓ રાષ્ટ્રપતિ ઉપરાંત ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પણ રહી ચૂક્યા છે.

વર્ષ ૨૦૦૨થી ૨૦૦૭ સુધી ડા. કલામ ભારતના રાષ્ટ્રપતિ પદ પર હતા. રાષ્ટ્રપતિ પદની ગરિમા જાળવવા તેમણે અનેક પ્રયાસો કર્યા. રાષ્ટ્રપતિનું કામ શું હોય તે ભારતના નેતાઓને તેમણે શીખવ્યું. આ કાર્યકાળ દરમિયાન અનેક એવા નિર્ણયો પણ ડો. કલામે લીધા જે તેમને ખરાઅર્થમાં ‘લોકોના રાષ્ટ્રપતિ’ બનાવે છે.

તાજેતરમાં જ તેમની ‘ટર્નિગ પોઇન્ટસ’ નામની પુસ્તક પ્રકાશિત થઈ છે. તેમાં તેમણે અનેક ખુલાસાઓ કર્યા છે. જેનાથી વિવાદ પણ થયો છે. પુસ્તકમાં તેમણે લખ્યું છે કે ‘‘સોનિયા ચાહત તો તે વડાપ્રધાન બની શકત. મારી પાસે કોઈ વિકલ્પ ન હતો. મનમોહન સિંહનું નામ મારા માટે નવાઈ પમાડે તેવું હતું.’’

એક બીજો ખુલાસો કરતા ડો. કલામ આ બુકમાં લખે છે કે ૨૦૦૫માં મારા એક નિર્ણય બદલ મેં વડાપ્રધાન મનમોહનજીને મારું ‘રાજીનામુ’ આપી દીધું હતું. ૨૦૦૫માં સુપ્રીમ કોર્ટે એક ફેસલામાં જણાવ્યું હતું કે બિહાર વિધાનસભાને ભંગ કરવાનો નિર્ણય ગેરબંધારણીય છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી ડો. કલામને દુ:ખ થયું હતું અને રાષ્ટ્રપતિ પદનો વિવેક જાળવવા ડા. કલામે મનમોહન સિંહના હાથમાં પોતાનું રાજીનામું આપી દીધું હતું. પણ તે વખતે મનમોહને તે સ્વીકાર્યું નહોતું.

રાષ્ટ્રપતિ પદનો નાનો-સરખો પણ લોભ તેમના મનમાં ન હતો. નૈતિકતા તેમના માટે મહાન હતી. તેમણે ‘વિંગ્સ આફ ફાયર’, ‘ઇન્ડિયા ૨૦૨૦’ - અ વિઝન ફાર ધી ન્યૂ મિલેનિયમ’, ‘માઈ જર્ની’, ‘ઇગ્નાટેડ માઇન્ડ્સ અનલિશિંગ ધી પાવર વિધિન ઇન્ડિયા’, ’ટર્નિંગ પોઇન્ટસ’ જેવાં પ્રેરણાત્મક પુસ્તકો લખ્યાં છે, જેનો ભારતની અનેક ભાષામાં અનુવાદ પણ થયો છે.

આજે રાષ્ટ્રપતિ ન હોવા છતાં ડો. કલામ ભારતના અને લોકોના હૃદયના ખરા અર્થમાં પ્રેસિડેન્ટ છે. એક સાચ્ચા વૈજ્ઞાનિક છે. જેમને ૩૦જેટલી વિશ્ર્વવિદ્યાલયો તથા સંસ્થાઓએ ડાયરેક્ટરની પદવી આપી છે. તેમને ૧૯૮૧માં પદ્મભૂષણ, ૧૯૯૦માં પદ્મવિભૂષણ અને ૧૯૯૭માં ભારત રત્ન તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. તેમનું આખું જીવન પ્રેરણા સત્ય ઘટનાઓથી ભરેલું છે.

*   *   *

ડો. અબ્દુલ કલામની રોચક વાતો
પહેલાં માર ખાધો પછી પ્રશંસા મેળવી

ડો. અબ્દુલ કલામ જ્યારે શ્ર્વાટ્ર્ઝ હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે તેમના ગણિતના શિક્ષક રામકૃષ્ણ ઐયર હતા. એક દિવસ ઐયર સાહેબ વર્ગ લઈ રહ્યા હતા ત્યારે અચાનક જ કલામ તે વર્ગમાંથી પસાર થઈ ગયા. આથી ગુસ્સે ભરાયેલા ઐયર સાહેબે કલામને બે ફૂટ ફટકારી. બીજા ક્લાસમાં ઘૂસવાની તે સજા હતી. ત્યાર પછી પરીક્ષા આવી અને પરીક્ષામાં ગણિતમાં કલામના પૂરા માર્ક આવ્યા જે બીજા કોઈ વિદ્યાર્થી નહોતા મેળવ્યા. પછી તો સવારની પ્રાર્થનામાં રામકૃષ્ણ ઐયર સાહેબે બધા વિદ્યાર્થીઓને કલામ સાથે બનેલી આ ઘટના જણાવી અને કહ્યું કે ‘હું જેને મારું છું તે ભવિષ્યમાં મહાન વ્યક્તિ બને છે.’ આજે ઐયર સાહેબ સાચા પડ્યા છે...

*   *   *

ઇચ્છા - આસ્થા - ઉમ્મીદ

ડો. અબ્દુલ કલામ કહે છે કે સફળતા મેળવવા ઇચ્છા - આસ્થા - ઉમ્મીદ આ પ્રમુખ ત્રણ શક્તિઓ આપણામાં હોવી ખૂબ જરૂરી છે. તેઓ કહે છે કે, ‘હું જ્યારે ૧૫વર્ષનો હતો ત્યારે મારું એડમિશન રામેશ્ર્વરની શ્ર્વાટ્ર્ઝ હાઈસ્કૂલમાં થયું. ત્યાં એક શિક્ષક હતા અયાદેરે સોલોમન. તેઓ સ્નેહી અને હોશિયાર હતા. તે એક એવા શિક્ષક હતા જે હંમેશાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારતા. મારા એ શિક્ષક કહેતા કે જીવનમાં સફળતા મેળવવા, ધાર્યું લક્ષ્ય મેળવવા આપણે ત્રણ શક્તિને પારખવી જોઈએ. એ શક્તિ છે ઇચ્છા, આસ્થા અને ઉમ્મીદ (આશા). મને તેમણે જ શીખવ્યું કે પહેલાં જે મેળવવું હોય તેની ઇચ્છા દ્ઢ બનાવો પછી આસ્થા અને વિશ્ર્વાસથી તેને મેળવવા મંડી પડો. અંત સુધી ઉમ્મીદ ન છોડો.

*   *   *

પાંચ વાગે ઊઠવાનું, ભણવાનું ને છાપાં વેચવાનું...

ડો. અબ્દુલ કલામનું ‘મારું ઘડતર’ નામનું વાંચવા જેવું પુસ્તક છે. તેમાં તેઓ લખે છે કે હું સવારે ચાર વાગ્યે મારા શિક્ષક શ્રી સ્વામીયર પાસે ગણિત શીખવા જવા ઊઠી જતો. તે એક વિશિષ્ટ ગણિત શિક્ષક હતા અને વર્ષ દરમિયાન માત્ર પાંચ વિદ્યાર્થીઓને મફ્ત ટ્યૂશન આપતા. આ બધા વિદ્યાર્થીઓ માટે તેમની એક આકરી શરત રહેતી, તે એ હતી કે તે બધા તેમની પાસે સવારે પાંચ વાગે સ્નાન કરી શીખવા આવે. મારી મા મારા પહેલાં ઊઠી જતાં અને મને નહાવા તથા ટ્યૂશનમાં જવાની તૈયારી કરવામાં મદદ કરતાં. હું જ્યારે ટ્યૂશનમાંથી પાછો આવતો, ત્યારે મારા પિતા મને નમાજમાં લઈ જવા તથા મદરેસામાં ‘કુરાને-શરીફ’ શીખવા લઈ જવા રાહ જોતા હોય. તે પૂરું કર્યા પછી હું ત્રણ માઈલ દૂર આવેલ રામેશ્ર્વરમ્ રોડ રેલવે સ્ટેશને છાપાનાં બંડલ લેવા પગે જતો જે ધનુષકોડી મેલ પસાર થાય તેમાંથી ફેંકાયાં હોય. આ છાપાં લઈ સમગ્ર રામેશ્ર્વરમ્માં ફરી વળતો. આખા શહેરમાં છાપાં વહેંચનાર હું પ્રથમ હોઉં. ત્યાર પછી આઠ વાગ્યે હું ઘેર પાછો આવતો. મારાં મા હું અભ્યાસ અને કામ સાથે સાથે કરતો હોવાથી મારાં બીજાં ભાઈ-બહેનો કરતાં મને ભલે સાદો પણ વધારે નાસ્તો આપતાં. સાંજે શાળા પૂર્ણ થયા પછી હું ફરી ગ્રાહકો પાસેથી પૈસા ઉઘરાવવા નીકળતો.

*   *   *

એક પ્રેરણા પ્રસંગ

ડો. અબ્દુલ કલામના ડ્રાઇવર માત્ર દસ પાસ હતા. ડો. કલામે તેમને આગળ ભણવાની પ્રેરણા આપી. ડ્રાઇવરે એક્સ્ટર્નલ સ્ટુડન્ટ તરીકે બારમાં ધોરણની પરીક્ષા આપી અને પાસ થઈ ગયા. એ પછી પણ કલામ ડ્રાઇવરને વધુને વધુ પ્રેરણા આપતા ગયા અને વધારે પરીક્ષાઓ અપાવતા ગયા. એમ કરતાં કરતાં ડ્રાઇવરે ગ્રેજ્યુએશન અને માસ્ટર ડિગ્રીની પરીક્ષાઓ પણ સફળતા પૂર્વક પાસ કરી દીધી. આજે તેઓ ચેન્નાઈની એક કાલેજમાં પ્રાધ્યાપક તરીકેના ઉચ્ચ હોદ્દા પર કામ કરી રહ્યાં છે. ડ્રાઇવરમાંથી પ્રાધ્યાપક બનાવવાની પ્રેરણા આપ્નાર ડો. અબ્દુલ કલામને આજે પણ તેઓ યાદ કરે છે.

Tuesday, 14 October 2014

ભારતમાં આતંકવાદની સમસ્યા બહારથી આયાત થયેલી છે : @RashtrapatiBhvn





ભારતમાં આતંકવાદની સમસ્યા આયાત થયેલી છે તેમ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આજે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે દેશમાં આતંકવાદની ગતિવિધિઓ ખૂબ જ નગણ્ય છે અને દેશના ૧૫ કરોડ મુસ્લિમોમાંથી ભાગ્યે જ કોઇ તેમાં લિપ્ત છે. નોર્વેની બે દિવસની યાત્રા અગાઉ તેમણે નોર્વેના મિડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે મુસ્લિમોની ૧૫ કરોડની વસ્તીમાંથી એક કે બે આતંકવાદમાં લિપ્ત હોઇ શકે છે પણ આ સમસ્યા આયાત થયેલી છે. આ સમસ્યાઓ બહારથી આવે છે.

તેમણે જણાવ્યું હતું કે ભારતમાં સ્વદેશી આતંકવાદની ગતિવિધિઓ ખૂબ જ નગણ્ય છે અને જ્યારે પણ આવા સંકેત નજર આવે છે અમે યોગ્ય પગલા ભરીએ છીએ. મુખર્જીએ જણાવ્યું હતું કે આતંકવાદને ધર્મ કે સરહદ સાથે કોઇ લેવાદેવા નથી. તેની કોઇ વિચારધારા નથી. તેની એક માત્ર વિચારધારા વધુમાં વધુ નુકસાન અને માનવીય મૂલ્યોની અવગણના કરવાની છે.

વિશ્વમાં ઇન્ડોનેશિયા પછી ભારતમાં સૌથી વધુ મુસ્લિમો વસે છે : રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આપણો દેશ નસીબદાર છે કે સમગ્ર વિશ્વમાં ઇન્ડોનેશિયા પછી ભારતમાં સૌથી વધુ ૧૫ કરોડ મુસ્લિમો વસતા હોવા છતાં ભાગ્યે જ કોઇ ભારતીય મુસ્લિમ આતંકવાદમાં સંડોવાયેલો છે.

ભારતીય મુસલમાનો દેશભક્ત છે : રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ નોર્વે યાત્રામાં આંતકવાદને જોરદાર જવાબ આપ્યો છે. તેમણે કહ્યું હતુ કે, ભારતમાં આંતકવાદની સમસ્યા બહારથી આવી છે. તેમણે કહ્યું હતુ કે દેશમાં આંતકવાદી સમસ્યા ઘણી ઓછી છે. 

રાષ્ટ્રપિતના મુજબ દેશના ૧૫ કરોડ મુસ્લિમોમાંથી ફક્ત કોઈ જ આંતકવાદમાં સામેલ હશે. નોર્વેની બે દિવસની મુલાકાતે જતા પહેલા તેમણે આપેલા એક ઈન્ટર્વ્યુમાં કહ્યું હતુ કે, ભારતમાં સ્વદેશી આંતકી ગતિવિધીઓ ઘણી ઓછી છે અને અમને અણસાર આવે કે તુરંત જ પગલાં ભરીએ છીએ. 

આંતકવાદને ધર્મ અને સીમાઓનું કોઈ સન્માન હોતુ નથી
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સાથે ઉમેર્યું હતું કે આંતકવાદને ધર્મ અને સીમાઓનું કોઈ સન્માન હોતુ નથી. તેમની કોઈ વિચારધારા હોતી નથી. તેઓ ફક્ત તબાહી અને માનવીય મુલ્યોની અનદેખી કરવા ઈચ્છે છે. મુખર્જીએ કહ્યું હતુ કે, આંતકવાદથી લડવા હશે તો તેના કોઈપણ સ્વરૂપમાં સામેલ થવું ના જોઈએ. આ તેનો સૌથી શ્રેષ્ઠ ઉકેલ છે. 

ભારત-પાક. સીમા અને સરહદ પર હાલની હિંસા અંગે પુછવામાં આવતાં મુખર્જીએ કહ્યું હતુ કે, તેનો જવાબ આપવા માટે વિદેશ મંત્રી ઉત્તમ વ્યક્તિ હશે. તેમણે કહ્યું હતુ કે આપણે મિત્રોની પસંદગી કરી શકીએ છીએ પરંતુ પડોશીઓની નહીં.

Wednesday, 10 September 2014

૧૦૦+ ઉપીયોગી વેબસાઈટ #SocialMedia


અહી ૨૦૧૪-૧૫ ની ૧૦૦+ એવી વેબસાઈટ નું લીસ્ટ રજુ કરેલ છે કે જે તમારો એક પ્રોબ્લેમ તો સોલ્વ કરી જ આપશે.. અને ઘણી જ ઉપયોગી માહિતી અથવા કામ લાગી શકે એવી યુઆરએલ નું લીસ્ટ જે હાથવગું હોય તો ગૂગલ પર સર્ચ કરવાની જરૂર ના રહે. 100+ useful website links
૧૦૦+ ઉપયોગી વેબસાઈટનું લીસ્ટ:

1. screenr.com – તમારી સ્ક્રીનનો વીડિઓ કેપ્ચર કરીને સીધો જ યુટ્યુબ પર અપલોડ કરી આપે છે.

2. thumbalizr.com – કોઈ પણ વેબપેજના સ્ક્રીનશોટ કેપ્ચર કરવા માટે.

3. goo.gl – લાંબી URL ને નાની બનાવવા માટે અને URL એન QR Codes માં કન્વર્ટ કરવા માટે.

4. unfurlr.come – કન્વર્ટ કરાયેલી નાની URL પાછળ કઈ URL છે તે જાણવા માટે.

5. qClock – કોઈપણ સીટી નો ગૂગલ મેપ થી લોકલ સમય જાણવા માટે.

6. copypastecharacter.com – સ્પેસીઅલ એટલે કે તમારા કીબોર્ડ માં નથી તેવા કેરેક્ટર ને કોપી કરવા માટે.
7. postpost.com – ટ્વીટર માટે નું વધારે સારું સર્ચ એન્જીન.

8. lovelycharts.com – ફ્લોચાર્ટ, નેટવર્ક ડાયાગ્રામ, સાઈટમેપ વગેરે બનાવવા માટે.

9. iconfinder.com – બધી જ સાઈઝના આઈકોન માટે ની બેસ્ટ વેબસાઈટ.

10. office.com – ઓફીસ ડોક્યુમેન્ટ માટે ટેમ્પલેટ, કલીપઆર્ટ, ઈમેજીસ વગેરે ડાઉનલોડ કરવા માટે.

11. followupthen.com – ઈમેઈલ રીમાઈન્ડર માટેનો સૌથી સરળ રસ્તો.

12. jotti.org – કોઈપણ શકમંદ ફાઈલ કે ઈમેઈલ અટેચમેન્ટ નું વાઇરસ સ્કેન કરાવો.

13. wolframalpha.com – સર્ચ કાર્ય વગર સીધા જ જવાબ મેળવો.

14. printwhatyoulike.com – ક્લટર વગર વેબપેજ પ્રિન્ટ કરો.

15. joliprint.com – ન્યુઝલેટરની જેમ કોઈપણ આર્ટીકલ કે બ્લોગ કન્ટેન્ટ ને રિફોર્મ કરો.

16. search4rss.com – RSS ફીડ્સ માટેનું સર્ચ એન્જીન.

17. e.ggtimer.com – ડેઈલી યુઝ માટેનું સિમ્પલ ઓનલાઈન ટાઈમર.

18. coralcdn.org – વેબસાઈટ જો કોઈ વેબસાઈટ હેવી ટ્રાફિક થી ડાઉન થઇ ગઈ હોય(જેમ કે બોર્ડ ના
રીઝલ્ટ સમયે અથવા ટ્રેન માં તત્કાલ ટીકીટ બુક કરાવવા સમયે) તો કોરલસીડીએન થી એક્સેસ કરો.

20.random.org – રેન્ડમ નંબર મેળવવા, સિક્કો ઉછાળવા વગેરે જેવું ઘણું બધું.

21. pdfescape.com – તમારા વેબ બ્રાઉઝર થી જ પીડીએફ ને ઓનલાઈન એડિટ કરવા માટે.

22. viewer.zoho.com – પીડીએફ કે પ્રેઝન્ટેશન ને વેબ બ્રાઉઝર માં પ્રિવ્યુ કરવા માટે.

23. tubemogul.com – એક જ ક્લિક થી યુટ્યુબ અને બીજી ઘણી વિડીઓ સાઈટ પર વિડીઓ અપલોડ કરવા માટે.

24. workinprogress.ca/online-speech-recognition-dictation & ispeech.org – બ્રાઉઝર માં ઓનલાઈન વોઈસ રેકગ્નીશન માટે.

25. scr.im – સ્પામ ની ચિંતા કાર્ય વગર તમારું ઈમેઈલ અડ્રેસ અહીંથી શેર કરો.

26. spypig.com – હવે થી તમારા ઈમેઈલ ની રીડ રીસીપ્ટ મેળવો, એટલે કે જેને ઈમેઈલ મોકલ્યો છે તેમણે ઈમેઈલ વાંચ્યો છે તેનું કન્ફર્મેશન.

27. sizeasy.com – કોઈ પણ પ્રોડક્ટની સાઈઝ કમ્પેર(સરખામણી) અને વિઝ્યુલાઈઝ(કલ્પના) કરો.

28. myfonts.com/WhatTheFont – કોઈ પણ ઈમેજમાં રહેલા ફોન્ટનું નામ મેળવો.

29. google.com/webfonts – ઓપન સોર્સ ફોન્ટ નું સારું એવું કલેક્શન.

30. regex.info – ફોટા માં રહેલા હિડન એટલેકે છુપાયેલા ડેટા ને મેળવવા માટે.

31. livestream.com – તમારી કોઈપણ લાઇવ ઇવેન્ટને અથવા ડેસ્કટોપ સ્ક્રીનનો વીડિઓ આ વેબસાઈટ માં બ્રોડકાસ્ટ કરી શકો છો.

32. iwantmyname.com – બધા TLD માં તમને તમારું ડોમેન સર્ચ કરવામાં મદદ કરે છે.

33. homestyler.com – શરૂઆતથી જ તમારા હોમ ઇન 3d ને નવું રૂપ આપો.

34. join.me – તમારી સ્ક્રીનને ઓનલાઈન શેર કરો.

35. onlineocr.net – સ્કેન કરેલી પીડીએફમાંથી ટેક્ષ્ટ મેળવો.

36. flightstats.com – ફ્લાઈટ નું સ્ટેટસ જોવા માટે.

37. wetransfer.com – મોટી ફાઈલ ને શેર કરવા માટે.

38. http://www.gutenberg.org/ – ફ્રી કીન્ડલ બુક ડાઉનલોડ કરવા માટે.

39. polishmywriting.com – સ્પેલિંગ કે ગ્રામર ની એરર ચેક કરવા માટે.

40. marker.to – શેર કરવાના હેતુ થી કોઈપણ વેબપેજ ના મહત્વના ભાગને હાઈલાઈટ કરવા માટે.

41. typewith.me – એક કરતા વધારે લોકોને એક જ ડોક્યુમેન્ટ પર ઓનલાઈન કામ કરવા માટે.

42. whichdateworks.com – કોઈ ઇવેન્ટ નું પ્લાનિંગ કરો છો? બધાને અનુકુળ હોય તેવી તારીખ નક્કી કરવા માટે.

43. everytimezone.com – વર્લ્ડ ટાઇમ ઝોન નો સરળ વ્યુ.

44. gtmetrix.com – તમારી સાઈટ કે બ્લોગ નું પરફોર્મન્સ ઓનલાઈન ચેક કરવા માટે.

55. noteflight.com – મ્યુઝીક શીટ એટલે કે મ્યુઝીક ને લખવાની ભાષા ઓનલાઈન લખવા માટે.

56. imo.im – એક જ જગ્યાએથી સ્કાઇપ, ફેસબુક, ગૂગલ ટોક વગેરે ના ફ્રેન્ડસ સાથે ચેટ કરવા માટે.

57. translate.google.com – વેબસાઈટ, પીડીએફ, કે ડોક્યુમેન્ટ્સ નું ભાષાંતર કરવા માટે.

58. kleki.com – ઘણી બધી જાતના બ્રશ વાપરીએન પેઈન્ટ કરવા માટે.

59. similarsites.com – તમને જે સાઈટ ગમતી હોય તેના જેવી બીજી સાઈટ નું લીસ્ટ મેળવવા માટે.

60. wordle.net – લાંબા લખાણને ટેગ કલાઉડ માં ફેરવવા માટે.

61. bubbl.us – તમારા આઈડિયા કે મગજ પરના નકશા ને બ્રાઉઝર માં ઉતારો.

62. kuler.adobe.com – કલર વિશેનો આઈડિયા મેળવો અને ફોટોમાંથી કલર અલગ પણ તારવી શકો છો.

63. liveshare.com – આલ્બમમાંથી કોઈ એક ફોટોને શેર કરવા માટે.

64. lmgtfy.com – જયારે તમારા ફ્રેન્ડસ ગૂગલ વાપરવા માટે પણ આળસ કરતા હોય ત્યારે…..

65. midomi.com – જયારે તમારે કોઈ સોંગ સર્ચ કરવું હોય ત્યારે…

66. bing.com/images – પરફેક્ટ સાઈઝના મોબાઈલ વોલપેપર માટે.

67. faxzero.com – ઓનલાઈન ફરી ફેક્ષ મોકલવા માટે.

68. feedmyinbox.com – RSS ફીડ્સ ને ઈમેઈલ માં મેળવવા માટે.

69.ge.tt – કોઈને જલ્દીથી કોઈ ફાઈલ મોકલવા માટે, અને ફાઈલ મેળવનાર વ્યક્તિ ફાઈલ ને ડાઉનલોડ કરતા પહેલા પ્રિવ્યુ પણ કરી શકે છે.

70. pipebytes.com – ગમે તેટલી મોટી ફાઈલને થર્ડ પાર્ટી સર્વર વગર ટ્રાન્સફર કરવા માટે.

71. tinychat.com – સેકંડમાં પ્રાઇવેટ ચેટ રૂમ બનાવવા માટે.

72. privnote.com – એવી ટેક્ષ્ટ નોટ બનાવો કે જે વંચાઈ ગયા પછી જાતે જ ડીલીટ થઇ જાય.

73. boxoh.com – ગૂગલ મેપ પર કોઈપણ શિપમેન્ટ નું સ્ટેટસ ટ્રેક કરવા માટે.

74. chipin.com – જયારે તમારે ઓનલાઈન કોઈ ઇવેન્ટ અથવા કારણ માટે ફંડ ભેગું કરવાની જરૂર હોય ત્યારે.

75. downforeveryoneorjustme.com – તમારી ફેવરીટ વેબસાઈટ ઓફલાઈન છે કે નહિ તે ચેક કરવા માટે.

76. ewhois.com – કોઈ વ્યક્તિની બેજી વેબસાઈટ છે કે નહિ તે જોવા માટે.

77. whoishostingthis.com – કોઈપણ વેબસાઈટ ક્યાં હોસ્ટ થઇ છે તે જાણવા માટે.

78. google.com/history – ગૂગલ માં કઈક સર્ચ કર્યું હતું પણ હવે યાદ નથી? તો આ ચેક કરો…

79. aviary.com/myna – ઓનલાઈન ઓડીઓ એડિટર, રિમિક્ષ કે રેકોર્ડ કરવા માટે..

80. disposablewebpage.com – ટેમ્પરરી વેબપેજ બનાવવા માટે કે જે કામ પૂરું થતા જાતે જ ડીલીટ થઇ જાય.

81. urbandictionary.com – અશિષ્ટ કે અનૌપચારિક શબ્દો ની વ્યાખ્યા જોવા માટે..

82. seatguru.com – તમારી ફ્લાઈટ ની સીટ બુક કરાવતા પહેલા આ વેબસાઈટ ને કન્સલ્ટ કરો.

83. sxc.hu – ફ્રી સ્ટોક ઈમેજીસ ડાઉનલોડ કરવા માટે..

84. zoom.it – હાઈ રીઝોલ્યુશન વળી ઈમેજ ને તમારા બ્રાઉઝરમાં જ સ્ક્રોલ કાર્ય વગર જ જોવા માટે.

85.scribblemaps.com – કસ્ટમ ગૂગલ મેપ સરળતાથી બનાવવા માટે.

86. alertful.com – મહત્વની ઇવેન્ટ માટે ઈમેઈલ રીમાઇન્ડર મુકવા માટે.

87. picmonkey.com – વધારે સાટું ઈમેજ એડિટર.

89. formspring.me – પર્સનલ પ્રશ્નો ના સવાલ જવાબ માટે..

90. sumopaint.com – લેયર બેઝ્ડ ઓનલાઈન ઈમેજ એડિટર.

91. snopes.com – તમને જયારે ઈમેઈલ મારફતે કોઈ ઓફર થઇ હોય તો એ ફ્રોડ કે સ્કેમ તો નથી ને તે ચેક કરવા માટે..

92. typingweb.com – ટાઇપ પ્રેક્ટીસ માટે..

93. mailvu.com – તમારા વેબ કેમ થી વિડીઓ ઈમેઈલ મોકલવા માટે..

94. timerime.com – ઓડીઓ, વિડીઓ, કે ઈમેજ થી ટાઇમલાઈન બનાવવા માટે.

95. stupeflix.com – તમારા ફોટા, ઓડીઓ અને વિડીઓ કલીપનું મુવી બનાવો.

96. safeweb.norton.com – કોઈપણ વેબસાઈટ ની વિશ્વસનીયતા એટલેકે તે કેટલી સેફ છે તે ચકાસો.

97. teuxdeux.com – સુંદર કેલેન્ડર જેવી ટુ-ડુ એપ્લીકેશન બનાવો.

98. deadurl.com – જયારે તમારી બુકમાર્ક કરેલા વેબપેજ ડીલીટ થઈજાય ત્યારે તમને આની જરૂર પડશે.

99. minutes.io – મીટીંગમાં મહત્વની નોટ્સ કેપ્ચર કરવા માટે.

100. youtube.com/leanback – યુટ્યુબની ચેનલ ટીવી મોડ માં જોવા માટે.

101. youtube.com/disco – તમારા ફેવરીટ આર્ટીસ્ટ ના વિડીઓ નું પ્લેલીસ્ટ બનાવવા માટે.

102. talltweets.com – ૧૪૦ કરવા વધારે અક્ષરની ટ્વીટ મોકલવા માટે…

103. builtwith.com – કોઈપણ વેબસાઈટમાં કઈ ટેકનોલોજી વાપરી છે તે જાણવા માટે.

104. woorank.com – SEO ના હેતુ થી કોઈ પણ વેબસાઈટનું રીસર્ચ કરવા માટે.

105. mixlr.com – ઓનલાઈન ઓડીઓ બ્રોડકાસ્ટ કરવા માટે.

106. radbox.me – ઓનલાઈન વિડીઓને બુકમાર્ક કરી અને પછીથી જોવા માટે.

107. tagmydoc.com – તમારા ડોક્યુમેન્ટ્સ અને પ્રેઝન્ટેશન માં QR કોડ મુકવા માટે.

108. notes.io – વેબ બ્રાઉઝરમાં ટેક્ષ્ટ નોટ મુકવાનો સૌથી આસાન રસ્તો.

109. sendanonymousemail.net – નાનામો ઈમેઈલ મોકલવા માટે.

110. fiverr.com – ૫$ માં લોકો પાસેથી નાના નાના કામ કરાવવા માટે.

112. otixo.com – ડ્રોપબોક્ષ, ગૂગલ ડોક્સ વગેરે પર રહેલી તમારી ઓનલાઈન ફાઈલોને સરળતાથી મેનેજ કરવા માટે.

113. ifttt.com – તમારા દરેક ઓનલાઈન એકાઉંટ ની વચ્ચે કનેક્શન કરવા માટે.

114. xuix.com – દસ લાખ કરતા પણ વધારે સોફ્ટવેર

તમને આ લીસ્ટ માં ઉમેરવા જેવી કોઈ વેબસાઈટ ની જાણકારી હોય તો કોમેન્ટ્સમાં ચોક્કસ શેર કરો. આપનો અભિપ્રાય/પ્રતિભાવ ચોક્કસ જણાવો

@PMOIndia @narendramodi's #100Day's

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારમાં સત્તાનું સુકાન સંભાળ્યાને ૧૦૦ દિવસ પૂરાં થયા.પોલિટિકલ પંડિતો તેમના શાસનનાં લેખાંજોખાંનુ તલસ્પર્શી વિશ્લેષણ કરી રહ્યા છે. કોઈની પણ કામગીરીના મૂલ્યાંકન માટે આ સમયગાળો ઓછો કહેવાય. આમ છતાં દેશની આમજનતા પર જે છાપ પડી છે તે જોતાં લાગે છે કે ચૂંટણી પૂર્વે તેઓ રાજકારણી લાગતા હતા. પદ ગ્રહણ કરતી વખતે આંતરરાષ્ટ્રીય મહાનુભાવોની વચ્ચે તેઓ સ્ટેટ્સમેન લાગતા હતા. વડાપ્રધાનની ખુરશીમાં બેઠા બાદ તેઓ કુશળ એડમિનિસ્ટ્રેટર અને દેશના સીઈઓ લાગે છે.

આઈ એમ ધ બોસ

વડાપ્રધાનપદ સંભાળ્યાના ૧૦૦ દિવસમાં નરેન્દ્ર મોદીએ પક્ષમાં, સરકારમાં અને દેશમાં એક છાપ તો ઊભી કરી જ દીધી છે કે "પક્ષમાં, સરકારમાં કે દેશમાં હું એકમાત્ર બોસ છું. પક્ષ પણ મારી ઇચ્છા પ્રમાણે ચાલશે અને સરકાર પણ."

પક્ષના સંસદીય બોર્ડમાંથી અડવાણી અને મુરલી મનોહર જોષીની હકાલપટ્ટી એ વાત સાબિત કરે છે કે, પક્ષમાં નરેન્દ્ર મોદી જ સર્વોપરી છે. મંત્રીઓએ તેમના અંગત સચિવ તરીકે કોને રાખવા અને કોનેે ના રાખવા તે સાબિત કરે છે કે મંત્રીમંડળમાં પણ તેઓ બોસ છે. એક લાખ રૂપિયા ઉપરના ખર્ચ માટે વડાપ્રધાનની ઓફિસની મંજૂરી લેવાનો આદેશ તેમણે મોકલી આપ્યો છે. મંત્રીઓના પુત્રોને પણ હવે બહાર ખાનગીમાં કોઈ ડીલ કરવાની પરવાનગી નથી. ઉદ્યોગપતિઓ સાથે ડિનર લેવાની પણ પરવાનગી નથી.

આગવી શૈલી

અત્યાર સુધી આવેલા તમામ વડાપ્રધાનોમાં તેમણેે નોખી ભાત પાડી છે. સહુથી પહેલાં તો તેઓ પોતાના પરિવારના એક પણ સભ્યને કે સગાંસંબંધીને ૭, રેસકોર્સમાં રહેવા લઈ ગયા નથી. ૭, રેસકોર્સમાં પણ તેમણે સાદગીવાળી જ અનુકૂળતા પસંદ કરી છે. પોતાની કેબિનેટના મંત્રીઓને તેમનાં પુત્રો, પુત્રીઓ, ભત્રીજાઓ કે જમાઈઓને અંગત સચિવ તરીકે રાખવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. કોઈ મંત્રીનો પુત્ર બદલીઓ કરાવવા પ્રયાસ કરતો હોય તો તે વાત તેમના ધ્યાનમાં હોય છે. કોઈ મંત્રી ફાઇવસ્ટાર હોટલમાં બેસી કોઈ ઉદ્યોગપતિ સાથે ભોજન લેતો હોય તો તેની પર તેમની નજર હોય છે. કોઈ મંત્રી જિન્સ કે ટી-શર્ટ પહેરી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં જતો હોય તો તેણે કપડાં બદલવા પાછા જવું પડે છે.

અમલદારો પર કાબૂ

વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ સહુથી પહેલું કામ તેમણે એ કર્યું કે, દિલ્હીનાં મંત્રાલયોમાં બિરાજતા દરેક બાબુએ હવે સવારે ૯ વાગ્યે તેમની ઓફિસમાં આવી જવું પડે છે. અધિકારીઓની સાથે કારકુનોએ પણ સમયસર હાજર થવું પડે છે. ઓફિસ સ્વચ્છ રાખવી પડે છે. મહિનાભરમાં શું કામ કર્યું તેનો હિસાબ આપવા તૈયાર રહેવું પડે છે. દિલ્હીનાં મંત્રાલયોમાં જે લાલિયાવાડી ચાલતી હતી તેનો અંત આવી ગયો છે. દરેક મંત્રીની જેમ દરેક મોટા અધિકારીની ગતિવિધિનું, તેને મળતાં મુલાકાતીઓનું પણ મોનિટરિંગ થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક સખત ટાસ્ક માસ્ટર છે તેની પ્રતીતિ અધિકારીઓને થઈ રહી છે. આ નરેન્દ્ર મોદીનું આગવું મોડલ છે. તેઓ ખુદ રોજ ૧૮ કલાક કામ કરે છે અને બીજા મંત્રીઓ તથા અધિકારીઓ પાસે કરાવે છે.

થિંકટેંકમાંથી પસંદગી 

વહીવટમાં માણસોની પસંદગીની બાબતમાં નરેન્દ્ર મોદીની એક આગવી શૈલી છે. અટલ બિહારી વાજપેયી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે નેશનલ સિક્યોરિટી એડવાઈઝર તરીકે તેમના અંગત મિત્ર બ્રજેશ મિશ્રાને પસંદ કર્યા હતા. તેમણે બ્રજેશ મિશ્રાને પ્રિન્સિપાલ સેક્રેટરી પણ બનાવ્યા હતા. યાદ રહે કે બ્રજેશ મિશ્રા મધ્યપ્રદેશના એક પૂર્વ કોંગ્રેસી મુખ્યમંત્રીના પુત્ર હતા. વાજપેયીજી કુંવારા હતા, પરંતુ તેઓ તેમણે દત્તક લીધેલી દીકરી અને જમાઈને સાથે રહેવા લઈ ગયા હતા, પરંતુ નરેન્દ્ર મોદી તેમનાથી અલગ રાજનીતિજ્ઞા છે. નરેન્દ્ર મોદીએ તેમના નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અને પ્રિન્સિપાલ સેક્રેટરીને વિવેકાનંદ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશનમાંથી પસંદ કર્યા છે, જે આરએસએસની થિંકટેંક ગણાય છે. નરેન્દ્ર મોદીએ નેશનલ સિક્યોરિટી એડવાઈઝર તરીકે એ. કે.ડોવલને પસંદ કર્યા છે, જેઓ કોઈ સમયે એલ.કે. અડવાણીની નજીક હતા. એ કે.ડોવલ ઈન્ટેલિજન્સ બ્યૂરોના પૂર્વ ચીફ હતા. એ કે. ડોવલની પસંદગી વ્યક્તિલક્ષી નહીં પણ વિચારલક્ષી હોવાનું મનાય છે. એ જ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે જે નૃપેન્દ્ર મિશ્રાની પસંદગી કરી છે તેઓ પણ આરએસએસની નજીક એવા વિવેકાનંદ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન સાથે સંકળાયેલા હતા.

રાજનીતિમાં શું કર્યું?

૧૦૦ દિવસની કામગીરીની વાત કરીએ તો રાજનીતિની બાબતમાં પણ તેઓ કઠોર પ્રશાસક સાબિત થયા છે. યુપીએ સરકાર દ્વારા નીમવામાં આવેલા લગભગ તમામ રાજ્યપાલોને તેમણે રૂખસદ આપી દીધી છે. ચૂંટણી પૂર્વે તેમના વડાપ્રધાનપદની ઉમેદવારી સામે વાંધો લેનારા એલ કે. અડવાણી, મુરલી મનોહર જોશીને પક્ષના સંસદીય બોર્ડમાંથી પડતા મૂકીને તેમને પણ વૃદ્ધાશ્રમમાં મોકલી આપ્યા છે. અડવાણી કેમ્પના ન ગણાતાં મંત્રીઓ, મુખ્યમંત્રીઓને તેમણે શરણે લાવી દીધા છે. અમિત શાહને પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ બનાવી પક્ષ અને સરકાર ઉપર કાબૂ મેળવી દીધો છે. જે વૃદ્ધો નડે તેવા હતા તેમને રાજ્યપાલો બનાવી ઠેકાણે પાડી દીધા છે. યાદ રહે કે નરેન્દ્ર મોદી ફુલટાઈમ રાજનીતિજ્ઞા છે અને ફુલટાઈમ વડાપ્રધાન પણ છે.

સોલો પરફોર્મન્સ

પાર્લામેન્ટમાં પણ તેમની એક આગવી શૈલી છે. પાર્લામેન્ટમાં પહેલી જ વાર પ્રવેશ કરતી વખતે તેઓ વિજેતાની જેમ પ્રવેશ્યા, પરંતુ સંસદગૃહમાં પ્રવેશતાં પહેલાં સદનના પગથિયામાં મસ્તક નમાવ્યું. પાર્લામેન્ટરી પાર્ટી સમક્ષની પહેલી મિટિંગમાં તેમનું પ્રવચન સ્ટેજ પરના સોલો પરફોર્મન્સ જેવું હતું. પાર્લામેન્ટમાં ચર્ચા વખતે તેઓ ગંભીરતાપૂર્વક દરેકને ધ્યાનથી સાંભળે છે અને સંસદની કાર્ય પદ્ધતિને ગંભીરતાપૂર્વક સમજવા માગતા હોય તેમ લાગે છે.

મહત્ત્વના નિર્ણયો

એ જ રીતે વડાધાનપદ સંભાળ્યા બાદ કોઈ ને કોઈ નિર્ણય વગર તેઓ એક દિવસ પસાર થવા દેવા માગતા નથી. સહુથી પહેલાં તો તેમણે ગુજરાતની જીવાદોરીસમા સરદાર સરોવર બંધના દરવાજા મૂકવાની પરવાનગી આપી દીધી. વર્ષો જતાં ખખડધજ અને આઉટ ઓફ ડેટ થઈ ગયેલા આયોજન પંચને વિખેરી નાખવાની પ્રક્રિયા શરૂ કરી. નાનાં નાનાં ખાતાંઓના અલગ મંત્રીઓ બનાવવાના બદલે કેટલાંક ખાતાં એકબીજા સાથે ભેળવી દીધાં. વિદેશનીતિનેે લાગેવળગે છે ત્યાં સુધી કે સહુથી પહેલાં અમેરિકા જવાના બદલે પડોશી દેશ ભૂતાન અને નેપાળ જવાનું પસંદ કર્યું, જ્યાં બે દાયકાથી ભારતના એક પણ વડાપ્રધાન ગયા જ નહોતા. એ જ રીત બ્રિક્સની સમીટમાં હાજરી આપી. બ્રિક્સ બેન્કની સ્થાપના થાય તે માટે મહત્ત્વપૂર્ણ રોલ ભજવ્યો. તે પછી જાપાન સાથેની દોસ્તી મજબૂત કરવા પ્રયાસ હાથ ધર્યો. અમેરિકા ગયા પહેલાં જાપાનનો પ્રવાસ અનેક સૂચિતાર્થોથી ભરેલો છે. અમેરિકા જતાં પહેલાં જાપાનની યાત્રા વ્યૂહાત્મક અને ભારત-જાપાનના સંબંધો સુદૃઢ કરનારી રહી. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી જાપાનની સરકારનો જ નહીં, પરંતુ જાપાનના ઉદ્યોગપતિઓ અને પ્રજાનો પ્રેમ જીતીને આવ્યા. અબજો રૂપિયાની સહાય ભારતની બુલેટ ટ્રેન માટે અને કાશીને સ્માર્ટ સિટી બનાવવા માટે જાપાન આપશે. પાકિસ્તાન સાથે વિદેશસચિવોની વાટાઘાટ રદ કરીને તેઓ અમેરિકાના દબાણ હેઠળ કામ નહીં કરે તેવો સખત સંદેશો પણ આપ્યો છે.

આમ પ્રજા માટે

મોદી સરકાર સામાન્ય લોકો માટે પણ કામ કરે છે તેની પ્રતીતિ કરાવવા તેમણે વારાણસીમાં ઓફિસ શરૂ કરાવી. ગંગાનું શુદ્ધીકરણ કરવા, ૧૦૦ જેટલાં સ્માર્ટ શહેરો શરૂ કરવા, બુલેટ ટ્રેન શરૂ કરવાની દરખાસ્તોનો બજેટમાં સમાવેશ કરાવ્યો. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું કે, રસોઈ ગેસ ગ્રાહક હવે જરૂરિયાત પ્રમાણે એક મહિનામાં એકથી વધુ સબસિડીવાળા રસોઈ ગેસ સિલિન્ડર લઈ શકશે. દરેક ગ્રાહક વર્ષભરમાં આવા ૧૨ સિલિન્ડર લઈ શકશે. તેમાં મહિનાની અંદરની મર્યાદા ખત્મ કરી દેવાઈ. કોઈએ એક મહિનામાં એક પણ સિલિન્ડર ન લીધો હોય તો આગલા મહિને તે બે સિલિન્ડર પણ લઈ શકે છે. આ એક વ્યવહારુ કદમ હતું. એ જ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબ લોકો પણ બેન્કમાં ઝીરો બેલેન્સ સાથે ખાતું ખોલાવી શકે તે માટે જનધન યોજના શરૂ કરી. ત્રણ મિનિટમાં ખોલાવી શકાતા આ બચત ખાતાના કારણે બેન્ક એકાઉન્ટ, ડેબિટ કાર્ડ અને અકસ્માત વીમાનો પણ લાભ ઉપલબ્ધ કરાયો. તે ઉપરાંત ઇન્ટરનેટ હિંદીમાં ડોટ ભારત ડોમેનની પણ શરૂઆત કરાવવામાં આવી. દેવનાગરી લિપિમાં આ ડોમેન હિંદી ઉપરાંત આઠ ભાષાઓને કવર કરશે. ભ્રષ્ટ આરટીઓ સિસ્ટમને ખતમ કરવા નિર્ણય લેવાયા છે.

હજુ પડકારો છે

વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની ૧૦૦ દિવસની કામગીરીનું મૂલ્યાંકન છે, પરંતુ હજુ ઘણાં પડકારો તેમની સામે છે. વડાપ્રધાનપદના શપથ ગ્રહણ વખતે નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને ભારત બોલાવ્યા, પરંતુ પાકિસ્તાને ભારતીય સરહદો પર ગોળીબાર ચાલુ રાખી સરહદને ગરમ રાખી છે. પાકિસ્તાને ભારતની ભૂમિ પર કાશ્મીરના અલગતાવાદી નેતાઓ સાથે મંત્રણા કરી ભારતની અખંડિતતાને પડકારી છે. શાકભાજી અને જીવનજરૂરિયાતના ભાવો પર કાબૂ લેવાનું હજુ બાકી છે. દેશની કર પદ્ધતિ જટિલ અને વિચિત્ર છે. દેશના કરોડો યુવાનો હજુ રોજીની તકની રાહ જોઈ રહ્યા છે. દેશમાં રાજકીય ધ્રુવીકરણ વધી રહ્યું છે. નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં કેટલાંક દાગી મંત્રીઓ હોવાના આક્ષેપ છે. કેટલાક મંત્રીઓના પુત્રો સામે પણ આક્ષેપ છે. આ બધા જ પડકારોને પહોંચી વળવા માટે વડાપ્રધાને કદાચ વધુ શ્રમ અને ઓવરટાઈમ પણ કરવો પડશે. તેઓ તે કરી શકે તેમ છે. તે કરી શકવાની ક્ષમતા પણ તેમનામાં છે. લોકોની અપેક્ષાઓ પાર વિનાની છે. કેટલીક પેટા ચૂંટણીઓમાં ભાજપે જોઈએ તેવો દેખાવ કર્યો નથી. એ માટે પણ વડાપ્રધાને ચિંતા કરવાની જરૂર છે.