વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારમાં સત્તાનું સુકાન સંભાળ્યાને ૧૦૦ દિવસ પૂરાં થયા.પોલિટિકલ પંડિતો તેમના શાસનનાં લેખાંજોખાંનુ તલસ્પર્શી વિશ્લેષણ કરી રહ્યા છે. કોઈની પણ કામગીરીના મૂલ્યાંકન માટે આ સમયગાળો ઓછો કહેવાય. આમ છતાં દેશની આમજનતા પર જે છાપ પડી છે તે જોતાં લાગે છે કે ચૂંટણી પૂર્વે તેઓ રાજકારણી લાગતા હતા. પદ ગ્રહણ કરતી વખતે આંતરરાષ્ટ્રીય મહાનુભાવોની વચ્ચે તેઓ સ્ટેટ્સમેન લાગતા હતા. વડાપ્રધાનની ખુરશીમાં બેઠા બાદ તેઓ કુશળ એડમિનિસ્ટ્રેટર અને દેશના સીઈઓ લાગે છે.
આઈ એમ ધ બોસ
વડાપ્રધાનપદ સંભાળ્યાના ૧૦૦ દિવસમાં નરેન્દ્ર મોદીએ પક્ષમાં, સરકારમાં અને દેશમાં એક છાપ તો ઊભી કરી જ દીધી છે કે "પક્ષમાં, સરકારમાં કે દેશમાં હું એકમાત્ર બોસ છું. પક્ષ પણ મારી ઇચ્છા પ્રમાણે ચાલશે અને સરકાર પણ."
પક્ષના સંસદીય બોર્ડમાંથી અડવાણી અને મુરલી મનોહર જોષીની હકાલપટ્ટી એ વાત સાબિત કરે છે કે, પક્ષમાં નરેન્દ્ર મોદી જ સર્વોપરી છે. મંત્રીઓએ તેમના અંગત સચિવ તરીકે કોને રાખવા અને કોનેે ના રાખવા તે સાબિત કરે છે કે મંત્રીમંડળમાં પણ તેઓ બોસ છે. એક લાખ રૂપિયા ઉપરના ખર્ચ માટે વડાપ્રધાનની ઓફિસની મંજૂરી લેવાનો આદેશ તેમણે મોકલી આપ્યો છે. મંત્રીઓના પુત્રોને પણ હવે બહાર ખાનગીમાં કોઈ ડીલ કરવાની પરવાનગી નથી. ઉદ્યોગપતિઓ સાથે ડિનર લેવાની પણ પરવાનગી નથી.
આગવી શૈલી
અત્યાર સુધી આવેલા તમામ વડાપ્રધાનોમાં તેમણેે નોખી ભાત પાડી છે. સહુથી પહેલાં તો તેઓ પોતાના પરિવારના એક પણ સભ્યને કે સગાંસંબંધીને ૭, રેસકોર્સમાં રહેવા લઈ ગયા નથી. ૭, રેસકોર્સમાં પણ તેમણે સાદગીવાળી જ અનુકૂળતા પસંદ કરી છે. પોતાની કેબિનેટના મંત્રીઓને તેમનાં પુત્રો, પુત્રીઓ, ભત્રીજાઓ કે જમાઈઓને અંગત સચિવ તરીકે રાખવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. કોઈ મંત્રીનો પુત્ર બદલીઓ કરાવવા પ્રયાસ કરતો હોય તો તે વાત તેમના ધ્યાનમાં હોય છે. કોઈ મંત્રી ફાઇવસ્ટાર હોટલમાં બેસી કોઈ ઉદ્યોગપતિ સાથે ભોજન લેતો હોય તો તેની પર તેમની નજર હોય છે. કોઈ મંત્રી જિન્સ કે ટી-શર્ટ પહેરી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં જતો હોય તો તેણે કપડાં બદલવા પાછા જવું પડે છે.
અમલદારો પર કાબૂ
વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ સહુથી પહેલું કામ તેમણે એ કર્યું કે, દિલ્હીનાં મંત્રાલયોમાં બિરાજતા દરેક બાબુએ હવે સવારે ૯ વાગ્યે તેમની ઓફિસમાં આવી જવું પડે છે. અધિકારીઓની સાથે કારકુનોએ પણ સમયસર હાજર થવું પડે છે. ઓફિસ સ્વચ્છ રાખવી પડે છે. મહિનાભરમાં શું કામ કર્યું તેનો હિસાબ આપવા તૈયાર રહેવું પડે છે. દિલ્હીનાં મંત્રાલયોમાં જે લાલિયાવાડી ચાલતી હતી તેનો અંત આવી ગયો છે. દરેક મંત્રીની જેમ દરેક મોટા અધિકારીની ગતિવિધિનું, તેને મળતાં મુલાકાતીઓનું પણ મોનિટરિંગ થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક સખત ટાસ્ક માસ્ટર છે તેની પ્રતીતિ અધિકારીઓને થઈ રહી છે. આ નરેન્દ્ર મોદીનું આગવું મોડલ છે. તેઓ ખુદ રોજ ૧૮ કલાક કામ કરે છે અને બીજા મંત્રીઓ તથા અધિકારીઓ પાસે કરાવે છે.
થિંકટેંકમાંથી પસંદગી
વહીવટમાં માણસોની પસંદગીની બાબતમાં નરેન્દ્ર મોદીની એક આગવી શૈલી છે. અટલ બિહારી વાજપેયી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે નેશનલ સિક્યોરિટી એડવાઈઝર તરીકે તેમના અંગત મિત્ર બ્રજેશ મિશ્રાને પસંદ કર્યા હતા. તેમણે બ્રજેશ મિશ્રાને પ્રિન્સિપાલ સેક્રેટરી પણ બનાવ્યા હતા. યાદ રહે કે બ્રજેશ મિશ્રા મધ્યપ્રદેશના એક પૂર્વ કોંગ્રેસી મુખ્યમંત્રીના પુત્ર હતા. વાજપેયીજી કુંવારા હતા, પરંતુ તેઓ તેમણે દત્તક લીધેલી દીકરી અને જમાઈને સાથે રહેવા લઈ ગયા હતા, પરંતુ નરેન્દ્ર મોદી તેમનાથી અલગ રાજનીતિજ્ઞા છે. નરેન્દ્ર મોદીએ તેમના નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અને પ્રિન્સિપાલ સેક્રેટરીને વિવેકાનંદ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશનમાંથી પસંદ કર્યા છે, જે આરએસએસની થિંકટેંક ગણાય છે. નરેન્દ્ર મોદીએ નેશનલ સિક્યોરિટી એડવાઈઝર તરીકે એ. કે.ડોવલને પસંદ કર્યા છે, જેઓ કોઈ સમયે એલ.કે. અડવાણીની નજીક હતા. એ કે.ડોવલ ઈન્ટેલિજન્સ બ્યૂરોના પૂર્વ ચીફ હતા. એ કે. ડોવલની પસંદગી વ્યક્તિલક્ષી નહીં પણ વિચારલક્ષી હોવાનું મનાય છે. એ જ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે જે નૃપેન્દ્ર મિશ્રાની પસંદગી કરી છે તેઓ પણ આરએસએસની નજીક એવા વિવેકાનંદ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન સાથે સંકળાયેલા હતા.
રાજનીતિમાં શું કર્યું?
૧૦૦ દિવસની કામગીરીની વાત કરીએ તો રાજનીતિની બાબતમાં પણ તેઓ કઠોર પ્રશાસક સાબિત થયા છે. યુપીએ સરકાર દ્વારા નીમવામાં આવેલા લગભગ તમામ રાજ્યપાલોને તેમણે રૂખસદ આપી દીધી છે. ચૂંટણી પૂર્વે તેમના વડાપ્રધાનપદની ઉમેદવારી સામે વાંધો લેનારા એલ કે. અડવાણી, મુરલી મનોહર જોશીને પક્ષના સંસદીય બોર્ડમાંથી પડતા મૂકીને તેમને પણ વૃદ્ધાશ્રમમાં મોકલી આપ્યા છે. અડવાણી કેમ્પના ન ગણાતાં મંત્રીઓ, મુખ્યમંત્રીઓને તેમણે શરણે લાવી દીધા છે. અમિત શાહને પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ બનાવી પક્ષ અને સરકાર ઉપર કાબૂ મેળવી દીધો છે. જે વૃદ્ધો નડે તેવા હતા તેમને રાજ્યપાલો બનાવી ઠેકાણે પાડી દીધા છે. યાદ રહે કે નરેન્દ્ર મોદી ફુલટાઈમ રાજનીતિજ્ઞા છે અને ફુલટાઈમ વડાપ્રધાન પણ છે.
સોલો પરફોર્મન્સ
પાર્લામેન્ટમાં પણ તેમની એક આગવી શૈલી છે. પાર્લામેન્ટમાં પહેલી જ વાર પ્રવેશ કરતી વખતે તેઓ વિજેતાની જેમ પ્રવેશ્યા, પરંતુ સંસદગૃહમાં પ્રવેશતાં પહેલાં સદનના પગથિયામાં મસ્તક નમાવ્યું. પાર્લામેન્ટરી પાર્ટી સમક્ષની પહેલી મિટિંગમાં તેમનું પ્રવચન સ્ટેજ પરના સોલો પરફોર્મન્સ જેવું હતું. પાર્લામેન્ટમાં ચર્ચા વખતે તેઓ ગંભીરતાપૂર્વક દરેકને ધ્યાનથી સાંભળે છે અને સંસદની કાર્ય પદ્ધતિને ગંભીરતાપૂર્વક સમજવા માગતા હોય તેમ લાગે છે.
મહત્ત્વના નિર્ણયો
એ જ રીતે વડાધાનપદ સંભાળ્યા બાદ કોઈ ને કોઈ નિર્ણય વગર તેઓ એક દિવસ પસાર થવા દેવા માગતા નથી. સહુથી પહેલાં તો તેમણે ગુજરાતની જીવાદોરીસમા સરદાર સરોવર બંધના દરવાજા મૂકવાની પરવાનગી આપી દીધી. વર્ષો જતાં ખખડધજ અને આઉટ ઓફ ડેટ થઈ ગયેલા આયોજન પંચને વિખેરી નાખવાની પ્રક્રિયા શરૂ કરી. નાનાં નાનાં ખાતાંઓના અલગ મંત્રીઓ બનાવવાના બદલે કેટલાંક ખાતાં એકબીજા સાથે ભેળવી દીધાં. વિદેશનીતિનેે લાગેવળગે છે ત્યાં સુધી કે સહુથી પહેલાં અમેરિકા જવાના બદલે પડોશી દેશ ભૂતાન અને નેપાળ જવાનું પસંદ કર્યું, જ્યાં બે દાયકાથી ભારતના એક પણ વડાપ્રધાન ગયા જ નહોતા. એ જ રીત બ્રિક્સની સમીટમાં હાજરી આપી. બ્રિક્સ બેન્કની સ્થાપના થાય તે માટે મહત્ત્વપૂર્ણ રોલ ભજવ્યો. તે પછી જાપાન સાથેની દોસ્તી મજબૂત કરવા પ્રયાસ હાથ ધર્યો. અમેરિકા ગયા પહેલાં જાપાનનો પ્રવાસ અનેક સૂચિતાર્થોથી ભરેલો છે. અમેરિકા જતાં પહેલાં જાપાનની યાત્રા વ્યૂહાત્મક અને ભારત-જાપાનના સંબંધો સુદૃઢ કરનારી રહી. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી જાપાનની સરકારનો જ નહીં, પરંતુ જાપાનના ઉદ્યોગપતિઓ અને પ્રજાનો પ્રેમ જીતીને આવ્યા. અબજો રૂપિયાની સહાય ભારતની બુલેટ ટ્રેન માટે અને કાશીને સ્માર્ટ સિટી બનાવવા માટે જાપાન આપશે. પાકિસ્તાન સાથે વિદેશસચિવોની વાટાઘાટ રદ કરીને તેઓ અમેરિકાના દબાણ હેઠળ કામ નહીં કરે તેવો સખત સંદેશો પણ આપ્યો છે.
આમ પ્રજા માટે
મોદી સરકાર સામાન્ય લોકો માટે પણ કામ કરે છે તેની પ્રતીતિ કરાવવા તેમણે વારાણસીમાં ઓફિસ શરૂ કરાવી. ગંગાનું શુદ્ધીકરણ કરવા, ૧૦૦ જેટલાં સ્માર્ટ શહેરો શરૂ કરવા, બુલેટ ટ્રેન શરૂ કરવાની દરખાસ્તોનો બજેટમાં સમાવેશ કરાવ્યો. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું કે, રસોઈ ગેસ ગ્રાહક હવે જરૂરિયાત પ્રમાણે એક મહિનામાં એકથી વધુ સબસિડીવાળા રસોઈ ગેસ સિલિન્ડર લઈ શકશે. દરેક ગ્રાહક વર્ષભરમાં આવા ૧૨ સિલિન્ડર લઈ શકશે. તેમાં મહિનાની અંદરની મર્યાદા ખત્મ કરી દેવાઈ. કોઈએ એક મહિનામાં એક પણ સિલિન્ડર ન લીધો હોય તો આગલા મહિને તે બે સિલિન્ડર પણ લઈ શકે છે. આ એક વ્યવહારુ કદમ હતું. એ જ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબ લોકો પણ બેન્કમાં ઝીરો બેલેન્સ સાથે ખાતું ખોલાવી શકે તે માટે જનધન યોજના શરૂ કરી. ત્રણ મિનિટમાં ખોલાવી શકાતા આ બચત ખાતાના કારણે બેન્ક એકાઉન્ટ, ડેબિટ કાર્ડ અને અકસ્માત વીમાનો પણ લાભ ઉપલબ્ધ કરાયો. તે ઉપરાંત ઇન્ટરનેટ હિંદીમાં ડોટ ભારત ડોમેનની પણ શરૂઆત કરાવવામાં આવી. દેવનાગરી લિપિમાં આ ડોમેન હિંદી ઉપરાંત આઠ ભાષાઓને કવર કરશે. ભ્રષ્ટ આરટીઓ સિસ્ટમને ખતમ કરવા નિર્ણય લેવાયા છે.
હજુ પડકારો છે
વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની ૧૦૦ દિવસની કામગીરીનું મૂલ્યાંકન છે, પરંતુ હજુ ઘણાં પડકારો તેમની સામે છે. વડાપ્રધાનપદના શપથ ગ્રહણ વખતે નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને ભારત બોલાવ્યા, પરંતુ પાકિસ્તાને ભારતીય સરહદો પર ગોળીબાર ચાલુ રાખી સરહદને ગરમ રાખી છે. પાકિસ્તાને ભારતની ભૂમિ પર કાશ્મીરના અલગતાવાદી નેતાઓ સાથે મંત્રણા કરી ભારતની અખંડિતતાને પડકારી છે. શાકભાજી અને જીવનજરૂરિયાતના ભાવો પર કાબૂ લેવાનું હજુ બાકી છે. દેશની કર પદ્ધતિ જટિલ અને વિચિત્ર છે. દેશના કરોડો યુવાનો હજુ રોજીની તકની રાહ જોઈ રહ્યા છે. દેશમાં રાજકીય ધ્રુવીકરણ વધી રહ્યું છે. નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં કેટલાંક દાગી મંત્રીઓ હોવાના આક્ષેપ છે. કેટલાક મંત્રીઓના પુત્રો સામે પણ આક્ષેપ છે. આ બધા જ પડકારોને પહોંચી વળવા માટે વડાપ્રધાને કદાચ વધુ શ્રમ અને ઓવરટાઈમ પણ કરવો પડશે. તેઓ તે કરી શકે તેમ છે. તે કરી શકવાની ક્ષમતા પણ તેમનામાં છે. લોકોની અપેક્ષાઓ પાર વિનાની છે. કેટલીક પેટા ચૂંટણીઓમાં ભાજપે જોઈએ તેવો દેખાવ કર્યો નથી. એ માટે પણ વડાપ્રધાને ચિંતા કરવાની જરૂર છે.

No comments:
Post a Comment