વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કચેરીનું સ્થાન દેશ માટે અત્યંત મહત્વનું છે કારણ કે દેશના ઘણા અગત્યના નિર્ણયો અહીં લેવામાં આવે છે. હાલમાં જ વડાપ્રધાન કચેરી વિશે એક ચોંકાવનારી માહિતી જાહેર હિતની અરજીના આધારે જાહેર થઈ છે. જાહેરહિતની અરજીના આધારે માહિતી મળી છે કે વડાપ્રધાન કચેરીમાં 34 એમબીપીએસની સ્પિડ ધરાવતું ઇન્ટરનેટ વપરાય છે જે અત્યંત હાઈ સ્પિડ ઇન્ટરનેટ છે. નોંધનીય છે કે સામાન્ય રીતે દેશમાં 2એમબીપીએસની સ્પિડ ધરાવતું ઇન્ટરનેટ વપરાય છે જેની સ્પિડ વડાપ્રધાનની કચેરીના ઇન્ટરનેટ કરતા 17માં ભાગની છે.
વિનોદ રંગનાથન નામની એક વ્યક્તિએ કરેલી જાહેરહિતની અરજીના જવાબમાં વડાપ્રધાનની કચેરીમાંથી જવાબ આપવામાં આવ્યો છે કે વડાપ્રધાનની કચેરીને નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા 34 એમબીપીએસની સ્પિડનું ઇન્ટરનેટ પુરુ પાડવામાં આવે છે. આ રિપોર્ટ વિશે વિનોદ રંગનાથને કહ્યું છે કે 'વડાપ્રધાનની કચેરીને આટલું ઝડપી ઇન્ટરનેટ મળતું હોય તો એમાં કંઈ જ ખોટું નથી. તેઓ લોકો સાથે હંમેશા જોડાયેલા રહે એ માટે તેમને આટલી સગવડ તો મળવી જોઈએ. અમેરિકામાં તો ગૂગલ ફાઇબર સામાન્ય નાગરિકોને 1 જીબીપીએસ જેટલું ઝડપી ઇન્ટરનેટ આપે છે.'
ભારતમાં ઇન્ટરનેટની સરેરાશ મહત્તમ સ્પિડ 14 એમબીપીએસ છે અને ભારતમાં માત્ર 1.2 ટકા લોકો જ 10 એમબીપીએસ કરતા વધું ઝડપી ઇન્ટરનેટ સુવિધાનો લાભ લઈ શકે છે. નોંધનીય છે કે ઓગસ્ટ મહિનામાં કેન્દ્ર સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી ડિજીટલ ઇન્ડિયા પ્રોજેક્ટને લીલી ઝંડી આપી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત એક લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરીને 2019 સુધી દેશના તમામ ગામોને હાઇ સ્પિડ ઇન્ટરનેટ આપવાનું આયોજન છે.
આ જાહેર હિતની અરજીને મળેલા જવાબના આધારે માહિતી મળી છે કે હાલમમાં વડાપ્રધાનના સત્તાવાર ટ્વિટર હેન્ડલ PMO @PMOIndiaને મેઇન્ટેઇન કરવા માટે બિલકુલ ખર્ચ નથી કરવામાં આવતો. હાલમાં આ ટ્વિટર એકાઉન્ટના ત્રણ મિલિયન કરતા વધારે ફોલોઅર્સ છે તેમજ એમાં 1,700 જેટલી ટ્વિટ કરાઈ છે.
No comments:
Post a Comment