ભારતમાં આતંકવાદની સમસ્યા આયાત થયેલી છે તેમ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આજે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે દેશમાં આતંકવાદની ગતિવિધિઓ ખૂબ જ નગણ્ય છે અને દેશના ૧૫ કરોડ મુસ્લિમોમાંથી ભાગ્યે જ કોઇ તેમાં લિપ્ત છે. નોર્વેની બે દિવસની યાત્રા અગાઉ તેમણે નોર્વેના મિડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે મુસ્લિમોની ૧૫ કરોડની વસ્તીમાંથી એક કે બે આતંકવાદમાં લિપ્ત હોઇ શકે છે પણ આ સમસ્યા આયાત થયેલી છે. આ સમસ્યાઓ બહારથી આવે છે.
તેમણે જણાવ્યું હતું કે ભારતમાં સ્વદેશી આતંકવાદની ગતિવિધિઓ ખૂબ જ નગણ્ય છે અને જ્યારે પણ આવા સંકેત નજર આવે છે અમે યોગ્ય પગલા ભરીએ છીએ. મુખર્જીએ જણાવ્યું હતું કે આતંકવાદને ધર્મ કે સરહદ સાથે કોઇ લેવાદેવા નથી. તેની કોઇ વિચારધારા નથી. તેની એક માત્ર વિચારધારા વધુમાં વધુ નુકસાન અને માનવીય મૂલ્યોની અવગણના કરવાની છે.
વિશ્વમાં ઇન્ડોનેશિયા પછી ભારતમાં સૌથી વધુ મુસ્લિમો વસે છે : રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આપણો દેશ નસીબદાર છે કે સમગ્ર વિશ્વમાં ઇન્ડોનેશિયા પછી ભારતમાં સૌથી વધુ ૧૫ કરોડ મુસ્લિમો વસતા હોવા છતાં ભાગ્યે જ કોઇ ભારતીય મુસ્લિમ આતંકવાદમાં સંડોવાયેલો છે.
ભારતીય મુસલમાનો દેશભક્ત છે : રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ નોર્વે યાત્રામાં આંતકવાદને જોરદાર જવાબ આપ્યો છે. તેમણે કહ્યું હતુ કે, ભારતમાં આંતકવાદની સમસ્યા બહારથી આવી છે. તેમણે કહ્યું હતુ કે દેશમાં આંતકવાદી સમસ્યા ઘણી ઓછી છે.
રાષ્ટ્રપિતના મુજબ દેશના ૧૫ કરોડ મુસ્લિમોમાંથી ફક્ત કોઈ જ આંતકવાદમાં સામેલ હશે. નોર્વેની બે દિવસની મુલાકાતે જતા પહેલા તેમણે આપેલા એક ઈન્ટર્વ્યુમાં કહ્યું હતુ કે, ભારતમાં સ્વદેશી આંતકી ગતિવિધીઓ ઘણી ઓછી છે અને અમને અણસાર આવે કે તુરંત જ પગલાં ભરીએ છીએ.
આંતકવાદને ધર્મ અને સીમાઓનું કોઈ સન્માન હોતુ નથી
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સાથે ઉમેર્યું હતું કે આંતકવાદને ધર્મ અને સીમાઓનું કોઈ સન્માન હોતુ નથી. તેમની કોઈ વિચારધારા હોતી નથી. તેઓ ફક્ત તબાહી અને માનવીય મુલ્યોની અનદેખી કરવા ઈચ્છે છે. મુખર્જીએ કહ્યું હતુ કે, આંતકવાદથી લડવા હશે તો તેના કોઈપણ સ્વરૂપમાં સામેલ થવું ના જોઈએ. આ તેનો સૌથી શ્રેષ્ઠ ઉકેલ છે.
ભારત-પાક. સીમા અને સરહદ પર હાલની હિંસા અંગે પુછવામાં આવતાં મુખર્જીએ કહ્યું હતુ કે, તેનો જવાબ આપવા માટે વિદેશ મંત્રી ઉત્તમ વ્યક્તિ હશે. તેમણે કહ્યું હતુ કે આપણે મિત્રોની પસંદગી કરી શકીએ છીએ પરંતુ પડોશીઓની નહીં.
No comments:
Post a Comment