ભારતીય નાગરિકત્વ ધરાવતાં એક આલ્બેનિયન રોમન કેથલિક નન હતાં. ૧૯૫૦માં તેમણે ભારતના કોલકતામાં ઠેકાણે ચેરિટી મિશનરિઝની સ્થાપ્ના કરી હતી.સળંગ ૪૫ વર્ષ સુધી તેમણે ગરીબ, માંદા, અનાથ અને મરણમથારીએ પડેલા લોકોની સેવા કરી અને સાથે સાથે પ્રથમ ભારત ભરમાં અને ત્યારબાદ અન્ય દેશોમાં ચેરિટી મિશનરિઝના વિસ્તર્ણ માટે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું. મધર ટેરેસાનાં જાણીતા નનનું આખુ નામ આગ્નેસ ગોનએક્સહે બોજાક્ષહિયુ (Anjezë Gonxhe Bojaxhiu) હતું. ૨૬ ઓગસ્ટનાં દિવસે જનમેલાં મધર ટેરેસાનો આજે ૧૦૪મો જન્મ દિવસ છે.
૧૯૭૦ના દાયકા સુધીમાં તો માનવતાવાદી અને ગરીબ અને અસહાયોના વકીલ તરીકે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાતિ પામી ચૂકયા હતાં અને તેમના જીવન પર એક દસ્તાવેજી ચિત્ર તથા માલ્કોમ મુગગ્રેરીજ કૃત પુસ્તક, 'સમથિંગ બ્યુટિફુલ ફોર ગોડ' પણ લખાઈ ચૂકયું હતું. ૧૯૭૯માં તેમને શાંતિ માટેનું નોબલ પ્રાઈઝ મળ્યું હતું. તેમના માનવતા અને લોકોપકારી કાર્યો માટે ૧૯૮૦માં તેમને ભારતના સર્વોચ્ચ બહુમાન, ભારત રત્નથી નવાજવામાં આવ્યાં હતાં.
મધર ટેરેસાની ચેરિટિ મિશનરિઝ વિસ્તરતી રહી. તેમનાં મૃત્યુ સમયે ૧૨૩ દેશોમાં આવાં ૬૧૦ મિશન ચાલતાં હતાં, જેમાં HIV/AIDS, રકતપિત્ત અને ક્ષયના રોગીઓ માટે રુગ્ણાલય અને ઘર, અસહાય અને ગરીબો માટેનું રસોડું, બાળકો અને પરિવાર માટેના સલાહ કાર્યક્રમો, અનાથાલયો અને શાળાઓ બાંધવામાં આવી હતી.
અનેક વ્યકતીઓ, સરકારો અને સંગઠનોએ તેમની પ્રશંસા કરી હતી; અલબત્ત તેમણે વિવિધ પ્રકારની ટીકા-ટિપ્પણીઓનો સામનો પણ કરવો પડ્યો હતો. તેમનું ગર્ભપાત વિરોધી તીવ્ર વલણ, ગરીબાઈમાં આધ્યાત્મિક સારાપણું રહેલું છે તેવી માન્યતા અને મરણપથારી હોય તેવા લોકોના ધર્મરૂપાંતરણ કરાવતાં હોવાનો આક્ષેપ સહિત તેમનાં વટલાવ-કેન્દ્રી કાર્યો સામે ક્રિસ્ટોફર હિચેન્સ, મિશેલ પારેન્ટી, અરૂપ ચેર્ટજી, વિશ્વ હિન્દુ પરિષદ જેવાં વિવિધ વ્યકિતઓ અને સંગઠનોએ વાંધો ઉઠાવ્યો હતો. તેમનાં રુગ્ણાલયોમાં રાખવામાં આવતી તબીબી કાળજીનાં ધોરણો અંગે કેટલીક મેડિકલ જર્નલોમાં વાંધો ઉઠાવાયો હતો તેમ જ દાનમાં અપાયેલાં નાણાંનો ઉપયોગ અપારદર્શક રીતે થતો હોવાની બાબતે ચિંતા વ્યકત કરવામાં આવી હતી.
મુખ્યવાત તેમનાં મૃત્યુ બાદ, પોપ જહોન પોલ બીજાએ તેમને બ્લેસિડ ટેરેસા ઓફ કલકત્તા (કલકત્તાની આશિર્વાદિત ટેરેસા)નું બિરુદ આપ્યું હતું.
No comments:
Post a Comment