Tuesday, 26 August 2014

મહિલાઓની પ્રગતિમાં અમેરિકાની પ્રગતિ છે : @BarackObama




અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા કહે છે કે, મહિલાઓની સફળતા દેશની સફળતામાં બદલાશે. મહિલાઓ માટે નવી તકો ઊભી કરવામાં આવે તેવી યોજનાઓ પર હજુ કામ કરવાનું બાકી છે. દેશની મહિલાઓની સફળતામાં દેશની પ્રગતિ રહેલી છે. વધુમાં તેમણે ઉમેર્યું કે ૨૧મી સદીમા એક માતાએ પોતાની પુત્રીનું પાલનપોષણ કરવા તૈયાર રહેવું જોઈએ. મહિલાઓ કઠીન પરિશ્રમ કરીને કંઈપણ મેળવી શકે છે. બે પુત્રીઓના પિતા અમેરિકી રાષ્ટ્રપતિએ મહિલાઓ પ્રત્યેના એવા વલણો છોડવાનો આગ્રહ કર્યો છે કે જે મહિલાઓને આગળ વધવામાં અડચણરૂપ બની શકે છે. સોમવારે ૨૬ ઑગસ્ટના રોજ મહિલા સમાનતા દિવસ મનાવતી વખતે તેમણે આવી ઘોષણા કરી હતી. 
 
અમેરિકામાં ૨૬ ઑગસ્ટ ૧૯૨૦ના રોજ ૧૯મા સંશોધનમાં સુધારો કરવામા આવ્યો હતો, જેમાં દેશની મહિલાઓને મૌલિક મતદાનનો અધિકાર અપાયો હતો. ઓબામાએ જણાવ્યું હતું કે, મારી સરકાર એવી યોજનાઓ નહીં બનાવે જેમાં મહિલાઓને સમાન અવસર પ્રાપ્ત ન થાય. અમે સ્વાસ્થય સુવિધા પ્રણાલીમાં લૈંગિક અસમાનતાનો નિષેધ કરે છે. અમે એવા કાર્યક્રમોની યોજના કરીએ છીએ, જેથી મહિલાઓ પોતાની કારકિર્દી બનાવી શકે. અમે એવા લોકોનું પણ સન્માન કરીએ છીએ, જેઓ પુત્ર કે પુત્રીમાં તફાવત રાખતા નથી.

No comments:

Post a Comment