કેરલે પોતાને દારૂ માટે પ્રતિબંધિત રાજય જાહેર કરવાની તમામ તૈયારીઓ કરી લીધી છે. કેરલ વર્ષે 8000 કરોડની ખોટ ખાઇને દારૂબંધી માટે આગળ વધી રહ્યું છે. ગુજરાત બાદ કેરલ દેશનું બીજું એવું રાજય હશે જ્યાં દારૂબંધીનો અમલ થશે.
કેરલને દારૂ માટે પ્રતિબંધિત કરવાની તૈયારી રૂપે જ વર્ષની શરૂઆતમાં તેમજ એપ્રિલ મહિનામાં 418 બાર સરકારે બંધ કર્યા હતા. તેમજ તેના લાઇસન્સ પણ રિન્યૂ કર્યા નહોતા. માર્ચ 2015 માં બીજા 312 બારનું લાઇસન્સ રિન્યૂ કરવામાં નહીં આવે તેવું પણ સરકારના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાતં સરકાર માત્ર 23 ફાઇવ સલ્ટાર હોટેલને જ આ લાઇસન્સ આપશે. રિટેલમાં દારૂ વેચતા કેરલના દુકાનદારો હવે દારૂની છૂટક બોટલ વેચી શકશે. નહીં આ નિર્ણય કેરલને 10 વર્ષમાં આલ્કોહોલ મુક્ત રાજ્ય બનાવવાવાના સંદર્ભે કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે કેરલમાં દર વ્યક્તિએ સૌથી વધુ દારૂ વેચાય છે કેરલમાં દર વ્યક્તિએ 8.4 લિટર દારૂ પીવાય છે. એટલે જ કેરલને દારૂથી થતી સરકારી આવક વર્ષે 8,000 કરોડ છે. આ જંગી આવકનું નુકસાન વેઠીને પણ કેરલ સરકારે દારૂબંધીનો નિર્ણય લીધો છે. કેરલમાં હાલની સરકારના મુખ્યમંત્રી ઓમન ચાંડીએ આ મુદ્દે જણાવ્યું હતું કે સરકાર ખરેખર કેરલને દારૂ મુક્ત બનાવાવ માંગે છે તેથી દર મહિને શરાબ મુક્તિ દિવસની ઉજવણી પણ કરશે. તેમણે જણાવ્યું હતું કે,કેરલમાં કોંગ્રેસના નેતૃત્વવાળી સરકારે રાજ્યને દારૂમુક્ત કરવાનો સંકલ્પ કર્યો છે એટલે અમે તે કામમાં આયોજન પ્રમાણે આગળ વધીશું.
ઉલ્લેખનીય છે કે દારૂબંધીની અસર કેરલના ટૂરિઝમ ઉપર પણ પડી શકે છે. ભારતમાં સૌથી વધુ વિદેશી અને દેશી ટૂરિસ્ટ કેરલ જતા હોય છે .ત્યારે ત્યાંની દારૂબંધીની વ્યાપક અસર ટૂરિઝમ ઉપર પડી શકે છે. જોકે સરકાર ખોટ સહન કરીને પણ દારૂબંધી કરવા માટે મક્કમ છે. જોકે હજી સુધી એ બાબતની ચર્ચા નથી થઈ કે દારૂથી થતી આવકના બદલે વૈકલ્પિક આવક ક્યાંથી મેળવવામાં આવશે,કારણ કે કેરલમાં રાજ્યના કુલ બજેટનો 20 ટકા હિસ્સો દારૂની આવકમાંથી આવે છે.
કેરલ દારૂબંધી માટે કેટલા કડક કાયદા બનાવી શકે છે તે પણ આગામી સમય જ બતાવશે, કારણ કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગુનાખોરીમાં વધારો થયો છે. આ ઉપરાંત છાને ખૂણે દેશી વિદેશી તથા ગુણવત્તા વિનાનો દારૂ વેચાવો પણ સામાન્ય બાબત બની ગઈ છે. ત્યારે હવે કેરલમાં પરિસ્થિતિ કેવો આકાર લે છે તે જેવું રહ્યું.
No comments:
Post a Comment