Thursday, 21 August 2014

ગુજરાતને હજી સુધી કોઈ પહોંચી નથી શક્યું!


 ગુજરાતનો વર્તમાન જેટલો ભવ્ય છે એટલો જ એનો ઈતિહાસ ગર્વમય છે. સંસ્કૃતિની સુવાસ અહીં સદીઓથી પ્રસરેલી છે. કૃષ્ણથી લઈને સુદામા અને સરદારથી લઈને ગાંધીએ આ ધરતીની સુવાસ જગ આખામાં પ્રસરાવી છે.  

દેશમાં સૌથી મોટો દરિયા કિનારો ધરાવતું જો કોઈ રાજ્ય હોય તો તે ગુજરાત (1600 કિલોમિટર) છે. ગુજરાત અને તેની પ્રજા આજે દેશ-વિદેશ, રમત-ગમત અને અભિનય અને બિઝનેસમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. ગુજરાતના લોકોને રંગીલા-મોજીલા અને સમજીલા પણ છે. મોટા ભાગના ક્ષેત્રોમાં ગુજરાતીઓએ કાઠું કાઢ્યું છે.

આજે એક પણ દેશ એવો નહીં હોય જ્યાં ગુજરાતી લોકો વસવાટ ન કરતાં હોય.

1. Barbers

ગુજરાતમાં બાર્બર્સ વિચિત્ર રીતે પોતાનો વ્યવસાય કરે છે. ક્યારેક કોઈ રસ્તા પર એક અરીસો અને બીજી બધી શેવિંગની અને વાળ કાપવાની વસ્તુઓ સાથે માત્ર એક ખુરશી લઈને પોતાની દુકાનની બોણી કરતા હોય છે.

એક વાર ગ્રાહક આ ખુરશી પર બેસી જાય એટલે તેને વાળ, શેવિંગ, મસાજ, ફેશ્યલ, શેમ્પૂ, તેલ વગેરે કરી આપવામાં આવે છે. વિદેશમાં આ પ્રકારની ક્યાંય પણ 'જાહોજલાલી' જોવા મળતી નથી.

અહીં એક સિગ્નેચર મૂવ્સ પણ હોય છે. જેમાં વ્યવસાય કરતો માણસ વાળ કપાવી અથવા દાઢી કરાવ્યા બાદ માથા પર મસાજ કરવા લાગે છે. ગ્રાહકને મોજ ચડી જાય તો એક્સ્ટ્રા રૂપિયા લઈને વધારે મસાજ કરવામાં આવે છે.


2. Notorious celebrities

હોલિવૂડના સ્ટાર્સ અત્યારે બોલિવૂડમાં નામ કમાવવા મથી રહ્યા છે. નાની ભૂમિકા અથવા આઈટમ ડાન્સ માટે પડાપડી થઈ રહી છે ત્યારે ગુજરાતના લોકો પણ અત્યારે દેશ-વિદેશમાં નામ કમાઈ રહ્યા છે.

યાદ છે ને 'સ્લમ ડોગ મિલિયોનેર' ફિલ્મનો દેવ પટેલ. આ ગુજ્જુએ હોલિવૂડમાં જઈને કાઠું કાઢ્યું છે. પરેશ રાવળ, ડિમ્પલ કપાડીયા, આશા પારેખ, સંજીવ કુમાર જેવા સ્ટાર્સ તો બોલિવૂડના સુપરસ્ટાર્સ છે.

સંજય લીલા ભણસાલી જેવા ગુજ્જુ ડાયરેક્ટર્સની ફિલ્મોમાં એક નાનકડાં અભિનય માટે બોલિવૂડમાં પણ પડાપડી છે. આમ પણ સંજયનું મૂળ તો ગુજરાતી જ ને.

વળી, કચ્છ તો સ્ટાર્સનું હબ ગણવામાં આવે છે. શૂટિંગ માટે હંમેશા વ્યસ્ત રહેતું કચ્છ તો બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન પણ આવ્યા વગર રહી નથી શક્યા.


3. Old world train travel

ભારતીય રેલવેને લગભગ 160થી વધારે વર્ષ જેવા થઈ જશે. આખા દેશમાં 20 મિલિયનથી પણ વધારે લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે.

ગામમાંથી પસાર થતી ટ્રેનો, કોસ્ટલાઈનને ચીરીને પસાર થતી ટ્રેનો, ઉંચા પર્વતો પર ચડતી ટ્રેનો, લક્ઝરી ટ્રેનો, શતાબ્દી સ્પીડવાળી ટ્રેનો એ દેશની 'લાઈફ લાઈન' માનવામાં આવે છે.

સેફ્ટીને ધ્યાનમાં રાખવામાં આવે તો આ ટ્રેનો વિદેશ કરતા થોડી વધારે ડેન્જર ગણવામાં આવે છે. ઘણી જગ્યાએ રસ્તા વચ્ચે કે હાઈ-વચ્ચે જ ટ્રેનનો માર્ગ પસાર થાય છે તો ક્યારેક ટ્રેનની રાહમાં કલાકો સુધી ટ્રાફીક જામ જેવા દ્રશ્યો પણ સર્જાય છે.

ટ્રેનોના દરવાજા 24 કલાક ખુલ્લા અને ટિકિટ વગર તો રોજના કેટલાય લોકો ક્યાંય પહોંચી જાય છે. મોર્ડન વર્લ્ડમાં જૂની ટ્રેનો તો ગમે ત્યારે ઈન-ડિમાન્ડ જ હોય છે. મેટ્રો ટ્રેન કરતાં આ ટ્રેન એકદમ દેશી ટ્રેન છે.

4. Gesticulating

ભારતમાં 800 પ્રકારના જેસ્ચર છે પરંતુ માથું હલાવવું અને હાથથી જેટલાં લોકો સમજી જાય છે તેવું તો બીજા કોઈ દેશમાં જોવા મળતું નહીં હોય. હા પાડવી હોય તો પણ માથું ધુણાવવાનું અને ના પાડવા માટે પણ માથું જ ધુણાવવાનું.

કોમ્યુનિકેશનનો સૌથી ડ્રામાટિક પાર્ટ એટલે માથું ધુણાવવું. એમાં પણ 'થમ્સ અપ'નું જેસ્ચર કરવામાં આવે એટલે સામે વાળા ભાઈ તો ફૂલાય જ જાય. મજા આવી જાય.

કોઈ પણ વસ્તુમાં મજા ન આવે એટલે માથું ના પાડતા હોય તેવી રીતે ધુણાવવું અને મોઢામાંથી સીસ્કોરાં નીકળી જાય એટલે ખબર પડી જાય કે આ ભાઈને કોઈ વાતમાં મજા આવી નથી.

5. Obsessing over cricket

ગુજરાત તો ક્રિકેટનું દિવાનું જ છે. જ્યારે અંગ્રેજો ભારત છોડીને ગયા ત્યારે બે જ વસ્તુ ભુલી ગયા છે, એક ક્રિકેટ અને બીજું રેલવે.

ગુજરાતમાં ગલી ક્રિકેટ તો નાનું બાળક પણ રમે અને મોટી ઉંમરની વ્યક્તિ પણ રમે છે. બેટ ન મળે તો કપડાંમાં વપરાતો 'ધોકા'થી ધોનીની જેમ છગ્ગા ફટકારતા હોય છે.

હજી પણ બાળકો બેટિંગને જ વધારે પડતું મહત્વ આપે છે. બોલિંગ તો કરવા ખાતર કરતા હોય છે પણ જે છગ્ગામાં મજા મળે છે એ દોડીને બોલ ફેંકવામાં ક્યાંથી મળે.

આમ પણ પહેલેથી જ ટીમ ઈન્ડિયામાં કોઈને કોઈ ગુજરાતી ખેલાડી રમતા જ હોય છે. નયન મોંગીયા, યુસૂફ પઠાણ, રવિન્દ્ર જાડેજા, ચેતેશ્વર પૂજારા, ઈરફાન પઠાણ, જયદેવ ઉનડકટ વગેરે નામની તો લાઈન લાગે છે.

6. Comfort food

ગુજરાતી ફૂડ ખાઈને તો તમામ લોકો આંગળા ચાટતા થઈ જાય તેમ છે. અમદાવાદના વડાપાંઉ, રાજકોટના ગાઠીયા, સુરતનું ખમણ કે લોચો, જે પણ સેલિબ્રિટીઝ કે વિદેશીઓ ગુજરાત આવે છે તે ગુજરાતી ફૂડ વગર રહી જ નથી શકતા.

હવે તો વિદેશમાં પણ આપણું ગુજરાતી ફૂડના સ્ટોલ થઈ ગયા છે. અથાણા, મુખવાસ, થેપલાં, લાડવા, ઢોકળાં જેવી વાનગીઓ મળે છે અને બિનગુજરાતીઓ લોકો પણ આ સ્વાદ માણતા થયા છે.

7. Festivals

ઘણાં ધર્મો અને કલ્ચરના લોકો ગુજરાતમાં વસવાટ કરી રહ્યા છે તો પછી તહેવાર પણ દુનિયામાં ડંકો વગાડવાના જ. એક અઠવાડિયું તો માંડ માંડ જાય ત્યાં એક સેલિબ્રેશન માટે તહેવાર દરવાજો ખખડાવતો જ હોય છે. જોને દિવાળી આંગણે આવીને ઊભી જ છે.

તહેવારોમાં નવરાત્રી, ઉત્તરાયણ, દિવાળી, હોળી વગેરે તહેવારો આજે બધે જ જાણીતા થયા છે. હવે તો વિદેશીઓમાં નવો ક્રેઝ જોવા મળ્યો છે ક નવરાત્રી સમયે ગુજરાતમાં આવેને નવ દિવસ સુધી ગરબે રમવાનું અને મજા કરવાની.

તહેવારોના અલગ-અલગ કપડાનું શોપિંગ કરવું એ પણ એક પ્રકારનો ક્રેઝ થઈ ગયો છે.


8. Cities in the mountains

ગુજરાતમાં માત્ર સાપુતારા અથવા તો ગીરનાર (ગીર) ફરી આવો એટલે બસ, તમને જન્નત મળી ગયું હોય એવો અનુભવ થાય. એમાં પણ જો ગીરના સાવજો જોવા મળી જાય તો એની જેવી મજા તો બીજે ક્યા?

સાપુતારામાં વહેતો લીલાછંમ્મ વૃક્ષોનો પ્રવાહ અને ધોધ, કચ્છનું સફેદ રણ કે પછી રજવાડાઓના વિલાસ, નાના ગામડાથી લઈને મોટા શેહેરમાં પણ તમને વસી જવાનું મન થઈ જાય. અમદાવાદ-સુરત જેવા મેગાસિટીની મજા પણ અલગ છે.

ગુજરાતમાં મોજીલા લોકો વસે છે અને તેઓને ગમતી વસ્તુ પણ એટલી જ રંગીલી હોય છે. ફરવા માટે તો દેશ-વિદેશના લોકો ગુજરાતમાં આવે છે અને સંસ્કૃતિ માણે છે.

No comments:

Post a Comment