Monday, 18 August 2014

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ વિશેની રસપ્રદ વાતો


હંમેશા પોતાના ઓછું બોલવાના કારણે મૌનમોહન સિંહ તરીકે ઓળખાઈ ગયેલા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અલગ છબી પણ ધરાવે છે, તેવું તેમની પુત્રી દમન સિંહના પુસ્તક 'સ્ટ્રિક્ટલી પર્સનલ : મનમોહન એન્ડ ગુરુશરણ' કહી રહી છે. આ પુસ્તકમાં લખાયેલી મનમોહન સિંહ વિશેની કેટલીક રસપ્રદ વાતો જાણો.

મનમોહન સિંહના પિતા તેમને ડૉક્ટર બનાવવા ઈચ્છતા હતા, તેથી મનમોહન સિંહે એપ્રિલ, 1948માં અમૃસતરની ખાલસા કૉલેજમાં પ્રી-મેડીકલ કોર્સમાં દાખલો લીધો હતો, પરંતુ થોડા સમય બાદ તેમને મેડીકલની લાઈન માફક નહીં આવતા તેમણે ભણવાનું છોડી દીધું હતું.

ભણતર છોડ્યા બાદ મનમોહન સિંહ પોતાના પિતાનો ધંધો સંભાળવા લાગ્યા હતા, પરંતુ ત્યાં પણ તેમનું ચિત્ત ચોટ્યું ન હતું. દુકાન પર પિતા નાનામોટા કામ કરાવતા હતા તે મનમોહન સિંહને ગમતું ન હતું. જેના બાદ તેમણે ફરીથી સપ્ટેમ્બર, 1948માં હિંદુ કૉલેજમાં પ્રવેશ લીધો હતો.

મનમોહન સિંહને વિજ્ઞાનમાં રસ ન હતો, તેથી તેમણે આ વખતે કૉલેજમાં અર્થશાસ્ત્રનો વિષય લીધો હતો. મનમોહન સિંહને ગરીબ અને ગરીબીના વિષયમાં રસ પડતો હતો. તેમને મનમાં હંમેશા પ્રશ્ન થતો હતો કે કોઈ દેશ ગરીબ અને કોઈ દેશ અત્યંત પૈસાદાર કઈ રીતે થઈ જાય છે. આ જિજ્ઞાસાના કારણે જ તેમણે અર્થશાસ્ત્રનો વિષય પસંદ કર્યો હતો.

બાદમાં તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ માટે ગયા હતા, તો ત્યાં તેઓ આર્થિક તંગીને કારણે કરકસરથી રહેતા હતા. તેમનો ભણવાનો ખર્ચ 600 પાઉન્ડ હતો, અને તેમને સ્કોલરશિપ 160 પાઉન્ડ મળી હોવાથી તેઓને કરકસર કરવી પડતી હતી. તેઓ સાવ સસ્તું ખાવાનું ખાતા હતા અને કેટલીક વાર તો ભૂખ્યા પણ રહેતા હતા.

એક વખત ભણવા માટે પોતાના મિત્ર પાસે તેમણે 2 વર્ષની મુદતમાં 25 પાઉન્ડની ઉધારી માંગી હતી, પરંતુ તેમના મિત્રએ માત્ર 3 પાઉન્ડ આપ્યા હતા. મનમોહન સિંહને દેશ ભલે મૌનમોહન તરીકે ઓળખતો હોય, પરંતુ તેઓ પોતાના મિત્રો સાથે ખૂબ મજાક કરતા હોય છે. એટલું જ નહીં તેમને પોતાના નજીકના લોકોને નીકનેમ આપવા ખૂબ ગમે છે. તેઓએ પોતાની પત્ની ગુરુશરણનું નામ ગુરુદેવ રાખ્યું છે.

મનમોહન સિંહને ઘરના કોઈ કામ આવડતુ નથી. તેઓ જાતે અંડા પણ બનાવી શકતા નથી અને જાતે ટીવી પણ ચાલુ કરી શકતા નથી.

No comments:

Post a Comment