Saturday 16 August 2014

1 લાખનો વીમો આપ્યા બાદ પણ આ 7 કારણો બનશે @narendramodi ની સમસ્યા


લાલ કિલ્લાથી આઝાદી પર્વ નિમિત્તે પોતાના પ્રથમ ભાષણમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી જનધન યોજનાની જાહેરાત કરી હતી. જેના હેઠળ દેશના તમામ પરિવારોને બેન્કિંગ સુવિધા આપવાની વાત કહેવામાં આવી છે. પરંતુ લોકોને નાણાકિય રૂપથી વ્યવસ્થાનો ભાગ બનાવવાના અત્યાર સુધી જેટલા પણ પ્રયાસો કરવામાં આવ્યા છે તે નિષ્ફળ રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે એક લાખ રૂપિયાનું ઇન્શ્યોરન્સ આપ્યા બાદ પણ સરકાર માટે આ લક્ષ્યને હાસલ કરવું લગભગ અશક્ય સાબિત થશે.  


શું છે યોજના 
પ્રધાનમંત્રી જનધન યોજનામાં ખાસ ધ્યાન સમાજના નબળાં વર્ગોના સશક્તિકરણ પર ભાર મુકવામાં આવશે. આ એજન્ડાને અમલી કરવા માટે નાણામંત્રી અરુણ જેટલીએ ગત દિવસોમાં તમામ સરકારી બેંકો અને નાણાકીય સંસ્થાઓના પ્રમુખ સાથે મુલાકાત પણ કરી હતી. આ યોજના હેઠળ દરેક પરિવારને બેન્કિંગ સુવિધા આપવા પર ખાસ ભાર મુક્યો છે. 
 
શું છે યોજનામાં મુશ્કેલીઓ 
નાણાંમંત્રીએ ફાઇનાન્શિયલ ઇન્ક્લૂઝનના કામને પુરાં કરવા માટે બિઝનેસ કોરસ્પોન્ડટ્સની ભૂમિકાને ખુબ જ મહત્વની ગણાવી છે. પરંતુ આરબીઆઇના પૂર્વ ડેપ્યુટી ગર્વનરના સી ચક્રવર્તી દ્વારા ફાઇનાન્શિયલ ઇન્ક્લૂઝન પર માર્ચ 2013માં રજૂ કરવામાં આવેલી રિપોર્ટમાં સ્પષ્ટ કહ્યું હતું કે બિઝનેસ  કોરસ્પોન્ડ્ન્ટસમાં પ્રોફેશનાલિઝમનો અભાવ છે. 

ચક્રવર્તીના રિપોર્ટે એ વાતનો પણ સ્વીકાર કર્યો હતો કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ્સને આ કામથી નહીવત આવક થઇ રહી છે, જેના કારણે આ લોકો કામ છોડી રહ્યા છે.  

રિપોર્ટ અનુસાર, દેશમાં આ કામ માટે ઉપલબ્ધ બુનિયાદી ઢાંચાની કમજોરીના કારણે આ લક્ષ્યની તરફ આગળ વધવામાં તકલીફો આવી રહી છે. 

ફાઇનાન્શિયલ ઇન્ક્લૂઝનના કામને આગળ વધારવા માટે ઉપયોગી બિઝનેસ મોડલ હજુ સુધી વિકસિત નથી થઇ શક્યું. તે માટે રેવન્યૂ જનરેશન મોડલનો અભાવ તેની અસફળતાનું એક મોટું કારણ છે.
 
સરકાર આ અભિયાનને પૂર્ણ કરવાની જવાબદારી સરકારી બેંકો ઉપર નાખવા ઇચ્છે છે, પરંતુ આ બેંકોનો વિસ્તાર એટલો નથી કે તેઓ આ જવાબદારીનું વહન કરી શકે.

બેંક ખાતા ખોલાવવા માટે કેવાયસી ધોરણોને પુર્ણ કરવા જરૂરી હોય છે, પરંતુ દેશમાં મોટી સંખ્યામાં એવા લોકો છે જેમની પાસે આ પ્રકારના કાગળ નથી. 

ફાઇનાન્શિયલ ઇન્ક્લૂઝનના પ્રયાસો હેઠળ અત્યાર સુધી જે ખાતા ખોલવામાં આવ્યા છે તેમાં મોટાભાગના ખાતાઓમાં કોઇ કામકાજ નથી થઇ રહ્યું અથવા ખૂબ જ મોટા પ્રમાણમાં લેવડ-દેવડ થઇ રહી છે. આ એ વાતનું પ્રમાણ છે કે માત્ર ખાતું ખોલી દેવાથી કોઇ વ્યક્તિ નાણાકીય રૂપથી વ્યવસ્થાનો ભાગ નથી બની જતું. 
 

No comments:

Post a Comment