Saturday 16 August 2014

છેલ્લા 10 વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થામાં થયેલા ફેરફાર


એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારતને આઝાદીના 68 વર્ષ પૂર્ણ થઇ ગયા છે. આ 68 વર્ષોમાં દેશની આર્થિક પરિસ્થિતિમાં અનેક ફેરફાર આવ્યા છે. આટલા દશકાઓમાં ભારતીય અર્થવ્યવસ્થા 2.7 લાખ કરોડ રૂપિયાથી વધીને 57 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઇ છે. તો વિદેશી ઝટકાઓથી બચવા માટે દેશનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ 300 અરબ ડોલરની પાર પહોંચી ગયું છે. રોડથી લઇને પોર્ટ અને ખાદ્ય ઉત્પાદન તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઝડપથી બદલાવ આવ્યા છે અને માંગમાં વધારો થયો છે. આવો આઝાદીથી લઇને અત્યાર સુધી ભારતીય અર્થવ્યવસ્થાના સુચકોમાં આવેલા બદલાવ પર એક નજર નાખીએ. 

જીડીપી 
જો નંબરોની વાત કરવામાં આવે તો 67 વર્ષોમાં ભારતની જીડીપી 2.7 લાખ કરોડ રૂપિયાથી 57 લાખ કરોડ પહોંચી ગઇ છે. 

જીડીપીનો વાર્ષિક ગ્રોથ 
વર્ષ 2005-06થી લઇને 2007-08ની વચ્ચે ભારતીય અર્થવ્યવસ્થાનો વૃદ્ધિદર બે અંકોમાં પહોંચી ગયો હતો, પરંતુ ગ્લોબલ અને ઘરેલૂ સ્તર પર સુસ્તી આવવાથી છેલ્લાં બે નાણાકીય વર્ષોમાં ગ્રોથ રેટ 5 ટકાના સ્તર પર પહોંચી ગયો છે. 

જીડીપી સામે કુલ ઘરેલૂ બચત 
વર્ષ 2008માં જીડીપી અને ઘરેલૂ બચતનો રેશિયો તેના ઉચ્ચતમ સ્તર 36.8 ટકા પર પહોંચી ગયો હતો પરંતુ ત્યારબાદ આ રેશિયો સતત ઘટીને નાણાકીય વર્ષ 2013માં 30 ટકા પર પહોંચી ગયો હતો. તેનાથી દેશની સરકારની ચિંતાઓમાં વધારો થયો છે. 

ખાદ્ય ઉત્પાદન 
ભારતનું ખાદ્ય ઉત્પાદન નાણાકીય વર્ષ 2014ના દરમિયાન ઝડપથી વધીને 26.4 કરોડ ટન પર પહોંચી ગયું હતું. તેમ છતાં દેશમાં વધતી જનસંખ્યાના કારણે આજે પણ એક તૃતિયાંશ લોકો ગરીબી રેખાની નીચે છે. ભારતમાં વધારે ઉત્પાદન કરવાની જરૂરિયાત છે. 

સડકોની બનાવટ 
ગામડાંઓને શહેરો સાથે જોડવા માટે આઝાદીથી લઇને અત્યાર સુધી અનેક કિલોમીટર સડકનું નિર્માણ થઇ ચૂક્યુ છે. પરંતુ દેશમાં આજે પણ ખરાબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારત માટે મોટી ચિંતાનું કારણ છે. અહીં વધારે પહોળા સડક નેટવર્કની જરૂરિયાત છે. 

વિદેશી ચલણ ભંડોળ 
ભારતનું વિદેશી ચલણ ભંડોળ આઝાદીથી અત્યાર સુધી 2 અબજ ડોલરથી વધીને 300 અબજ રૂપિયા સુધી પહોંચી ગયું છે. મજબૂત વિદેશી ચલણ ભંડોળના કારણે ભારત વિદેશો બજારોમાં આવી રહેલી ઉથલપાથલ સામે ટકવામાં સક્ષમ બની ગયું છે. 

એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ 
છેલ્લા એક દશકથી એક્સપોર્ટની સામે ઇમ્પોર્ટ વધારે ઝડપથી ભાગી રહ્યું છે. તેના કારણે વેપારમાં સંતુલન ખરાબ થઇ ગયું છે. ભારતની ચાલુ ખાતાની ખાધ 2013માં જીડીપીના 4.8 ટકા હતી, પરંતુ સોનાની ઇમ્પોર્ટ પર લાગાવાયેલા પ્રતિબંધથી તેમાં 1.7 ટકા ઘટાડો થયો છે. 

ભારત પર વિદેશી ઋણનો બોજ 
માર્ચ 2014માં ફાઇનાન્શિયલ યર એન્ડમાં ભારતનું વિદેશી દેવું વધીને 440 અરબ ડોલર પર પહોંચી ગયું. વિદેશી દેવામાં સરકારી અને બિન સરકારી ઉધારી બંને સામેલ છે. 

No comments:

Post a Comment