Monday 30 June 2014

ભારતે કર્યું #PSLV-C-23 નું સફળ પ્રક્ષેપણ


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે શ્રી હરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી PSLV C-23ના ઉડ્ડયનના સાક્ષી બન્યા. ઈસરોના કહેવા પ્રમાણે, અગાઉ સવારે 9.49નો સમય નિર્ધારિત કરવામાં આવ્યો હતો. પરંતુ તે સમયે અવકાશી કાટમાળ સાથે ટક્કર થવાની શક્યતાના કારણે ત્રણ મિનિટ મોડી ઉડ્ડાણ ભરવામાં આવી હતી. રોકેટ ફ્રાન્સ, કેનેડા, જર્મની અને સિંગાપુરના દેશોના પાંચ ઉપગ્રહો લઈ ગયું હતું. મિશન સફળ થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા પર સ્મિત ફરી વળ્યું હતું. વૈજ્ઞાનિકોએ તાળીઓ પાડીને સફળ ઉડ્ડાણને વધાવી લીધું હતું. 
 
મોદીએ પાઠવ્યા અભિનંદન

મિશન કંટ્રોલ સેન્ટરમાં હાજર રહેલા મોદીએ વૈજ્ઞાનિકોને સંબોધિત કર્યા હતા. તેમણે ઉપસ્થિત વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા. અને કહ્યું હતું કે, અનુભવી વૈજ્ઞાનિકોના કારણે દેશની છાતી ગર્વથી ફૂલાઈ રહી છે. ટાંચા સાધનોની વચ્ચે વૈજ્ઞાનિકોએ આ મંઝીલ હાંસલ કરી છે. એક સમયે ઈન્ડસ્ટ્રિયલ શેડમાં ઉપગ્રહોનું એસેમ્બલિંગ થતું અને તેના પાર્ટ્સનું વહન સાઈકલ પર થતું હતું. મોદીએ કહ્યું હતું કે, હોલિવુડની ફિલ્મ કરતા પણ સસ્તા ભાવમાં ભારતે માર્સ મિશનને મોકલ્યું છે. ભારતે ઉપનિષદથી ઉપગ્રહ સુધીની મઝલ કાપી છે. આપણા પૂર્વજોએ શૂન્યની શોધ કરી, જેના કારણે વિજ્ઞાનની પ્રગતિ શક્ય બની.આ સમયે વરિષ્ઠ વૈજ્ઞાનિકો યુઆર રાવ અને કસ્તુરંગન વગેરે હાજર રહ્યા હતા. 
 
વિજ્ઞાનના ઉપયોગ દ્વારા સામાન્ય માનવીના જીવનને બદલી શકાય છે અને વિકાસની નવી દિશા ખોલે છે. આ સફળ મિશન એ આપણી અવકાશી ક્ષમતાનો પડઘો ઝીલે છે. તેની મદદથી છેવાડાના પરિવારને મુખ્ય ધારા સાથે જોડી શકાય છે. સેટેલાઈટ ટેક્નોલોજીની મદદથી અંતર ગૌણ બની જાય છે. સેટેલાઈટ ઈમેજનરી દ્વારા લેન્ડ રેકોર્ડ્સ અને ખાણકામ ક્ષમતા, દરિયા કિનારા અંગે માહિતી મેળવી શકાય છે. મોદીએ વહીવટી કામોમાં સેટેલાઈટ ટેક્નોલોજીના ઉપયોગ પર ભાર મુક્યો હતો. તેમણે વૈજ્ઞાનિકોને અભિનદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં ઉત્તરોત્તર સફળતાઓ દેશને અપાવવા પર ભાર મૂક્યો હતો.  

સાર્ક સેટેલાઈટની વિભાવના

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાડોશી સાર્ક દેશોના યુવાનોનો વિકાસ થઈ શકે અને તેમને લાભ થઈ શકે તે માટે સાર્ક સેટેલાઈટ લોન્ચ કરવામાં આવે. જે પાડોશી દેશોની ગરીબીને દૂર કરવા તથા શિક્ષાને ફેલાવવામાં મદદ કરી શકે. આ ભેટ ભારતની સાર્ક રાષ્ટ્રોને એક અલગ ભેટ હશે. આપણી ટેક્નોલોજીકલ પ્રગતિના ફળો આપણે આપણા પાડોશના દેશોને પણ વહેંચવા જોઈએ. 
 
એક પછી એક અલગ થયા પાંચ ઉપગ્રહો 

એક પછી એક ઉપગ્રહોને યાનથી અલગ કરવામાં આવ્યા હતા. પહેલા એસપીઓટી ઉપગ્રહને અલગ કરવામાં આવ્યું હતું, જેની ચાલીસ સેકન્ડ બાદ એઆઈએસટી (જર્મની) તેની ત્રીસ સેકન્ડ બાદ એનએએસ 7.1 ઉપગ્રહ અલગ થયો હતો, જેની ત્રીસ સેકન્ડ બાદ એનએલએસ 7.2 ઉપગ્રહ અલગ થઈ ગયા હતા. જેની 25 સેકન્ડ બાદ સિંગાપુરના અંતિમ ઉપગ્રહને પણ સફળતાપૂર્વક અલગ કરી દેવાયો હતો. 


PSLVની સફળ ઉડાન પછી નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોને સંબોધ્યા

  • PSLV અત્યાર સુધીમાં 67 ઉપગ્રહો અંતરિક્ષમાં છોડી ચુક્યુ છે.
  • સ્પેસ ટેક્નોલોજીમાં ભારત ખૂબ આગળ આવી ગયુ છે
  • વૈજ્ઞાનિકો  ખૂબ મહેનત કરીને લોકોની જિંદગી બચાવી રહ્યા છે
  • PSLV-c નું લોન્ચિંગ વૈશ્વિક પગલુ છે
  • ભારત પસંદગી પામેલા 6 દેશોમાંથી 1 છે
  • અંતરિક્ષમાં ભારતનું એક નવુ પગલુ છે
  • દેશવાસીઓ માટે આ ગર્વની ક્ષણ છે અને તેનો તમામ શ્રેય વૈજ્ઞાનિકોને જાય છે
  • વૈજ્ઞાનિકોની મહેનત સફળ રહી છે
  • આપણો અંતરિક્ષ કાર્યક્રમ સંપૂર્ણ સ્વદેશી છે

No comments:

Post a Comment