Sunday 29 June 2014

ગુજ્જુ ખેડૂતોને મેસેજથી હવામાનની માહિ‌તી, @BarackObama સેવાને વખાણી


રાજ્યના ૭૦ હજાર ખેડૂતો મેસેજ પર મેળવે છે હવામાનની માહિ‌તી કમ્યુનિકેશન (સંચાર)ની ક્રાંતિનો એગ્રિકલ્ચર ક્ષેત્રે અનોખો પ્રયોગ
આમ તો ખેડૂતો ગ્રામ્ય વિસ્તારમાં વધુ જોવા મળે છે જ્યાં શહેરી વિસ્તારની સાપેક્ષમાં ટેકનોલોજી થોડી નબળી ગણાય છે. છતાં માત્ર વોઇસ મેસેજની સુવિધાથી આવા વિસ્તારોમાં હવામાનને લગતી માહિ‌તી પહોંચાડી એક નવી ક્રાંતિની શરૂઆત થઈ છે. હવે, રાજ્યના ૭૦ હજારથી વધુ ખેડૂતો હવામાનને લગતી માહિ‌તી વોઇસ મેસેજ મારફત રોજેરોજ મેળવી અપડેટ રહેવા માંડયા છે. સરકારી સાહસ ઇફકો અને ખાનગી મોબાઇલ સંચાર કંપની રોજ પ વોઇસ મેસેજ મોકલે છે, જેમાં તાપમાન, વરસાદની આગાહી જેવી મહત્ત્વપૂર્ણ માહિ‌તી મોકલી તેનો ઉપયોગ ખેતવિકાસમાં કરી રહ્યા છે. આ સુવિધાનો લાભ ભારતના ૧૩ લાખથી વધુ ખેડૂતો લઇ રહ્યા છે.જેથી ઈફકો (આઇકેએસએલ)ની આ સેવાને અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ વખાણી છે.


સરકારી સાહસ ઇફકો કિસાન સંચાર લિમિટેડ (આઇકેએસએલ) અને મોબાઇલ સર્વિ‌સ પ્રોવાઇડર કંપની સાથે કરાર કરી આ સુવિધાની શરૂઆત કરવામાં આવી છે, જેમાં ખેડૂતે નક્કી કરેલા સેન્ટરો અને સહકારી મંડળી પરથી ઇકેએસએલના કાર્ડ લેવાના રહેશે, જેમાં કાર્ડ શરૂ કર્યા બાદ ખેડૂતનું રજિસ્ટ્રેશન જે જિલ્લામાં થયું હશે તે મુજબ તેને ખેતવિષયક માહિ‌તી પૂરી પાડવામાં આવ છે, જેમાં પાક કેવી રીતે લેવો, કયો લેવો, વાતાવરણની માહિ‌તી તેમજ માર્કેટના ભાવની જાણકારી આપવા રોજના પ વોઇસ મેસેજ મોકલવામાં આવે છે. વળી, આ સેવામાં ખેડૂતો પાસેથી કોઇ ચાર્જ લેવામાં આવતો નથી.

આમ આ રીતે એક અલગ જ કોન્સેપ્ટ સાથે શરૂ કરાયેલી આ સુવિધા ખેડૂતોને ખૂબ જ મદદરૂપ થઇ રહી છે. ખેડૂતોને જે વોઇસ મેસેજ મોકલવામાં આવે છે તે નિયુક્ત કરેલા ૪૦૦ જેટલા કૃષિ નિષ્ણાતો તૈયાર કરે છે. આ ઉપરાંત ખેડૂતો પોતાની મૂંઝવણ દૂર કરવા માટે હેલ્પ લાઇનનો ઉપયોગ પણ કરી શકે છે.


જમીન, પાકની જાળવણી, ડેરી ઉદ્યોગ, પશુપાલન, બાગાયત, રોપા ર?, બજારભાવ, હવામાનની આગાહી, માનવ અને પશુ આરોગ્ય, રોજગારીની તકો, સરકારી યોજનાઓ વગેરેની માહિ‌તી મેસેજ મારફતે પૂરી પાડવામાં આવે છે.

સરકારના હવામાન ખાતા સાથે જોડાણ

દરેક ખેડૂતો માટે હવામાન ખુબ જ મહત્વનું પરિબળ ગણાય છે. આ માટે ખેડૂતોને મદદરૂપ થવા માટે વાતાવરણ માટે દિવસ રાત્રિ દરમિયાનનું તાપમાન અને વાતાવરણને લગતી આગાહી વોઇસ મેસેજ પર મોકલવામાં આવે છે.

મેસેજ કૃષિ નિષ્ણાતો તૈયાર કરે છે

ઇફ્ફકો અને એરટેલ કંપનીએ આ સુવિધા શરૂ કરી છે, જેના માટે ખેડૂતોને હવામાન અને ખેતીને લગતી અન્ય માહિ‌તી રોજના પાંચ વોઇસ મેસેજ કરીને આપવામાં આવે છે. આ મેસેજ કૃષિ નિષ્ણાતોએ તૈયાર કરેલા હોય છે. જાદવ ગેડિયા , સ્ટેટ મેનેજર, આઇકેએસએલ



No comments:

Post a Comment