Wednesday 11 June 2014

મોદીના ભાષણના મુખ્ય મુદ્દાઓ



*આ દેશ વિવિધતાઓથી ભરેલો છે. ગુજરાતમાં જ એક જિલ્લાનું મોડલ બીજા જિલ્લામાં લાગૂ કરાતું ન હતું. 
*ભારતના કોઈપણ ખૂણામાં સારું થયું હશે તો તેને લાગૂ કરવા માટે પ્રયાસ કરવામાં આવશે. એ વાત આવકાર્ય છે કે, દેશમાં વિકાસના મોડલની તુલનાઓ થવા લાગી છે. જે ગુજરાતના મોડલનો સૌથી મોટો ફાળો છે. અગાઉ આ સ્પર્ધા થતી ન હતી. આવનારા સમયમાં રાજ્યો અને કેન્દ્રની વચ્ચે વિકાસ સ્પર્ધા ઈચ્છીએ છીએ. 
*વિજય નમ્રતા શીખવે છે. અહંકારથી બચવાની તાકત મેળવીશું. શાસક પક્ષમાં ગમે તેટલી સંખ્યા કેમ ન હોય, વિપક્ષને લીધા વગર આગળ નથી વધવું. 
*મુલાયમસિંહે લક્ષ્યાંકો અંગે જે ચિંતા વ્યક્ત કરી તે સ્વાભાવિક છે. પણ બધાયનું માર્ગદર્શન લઈને મુશ્કેલીઓ આવશે. 
*દેશને માટે મરવાનો મોકો તો નથી મળ્યો, પરંતુ જીવવાનો મોકો મળ્યો છે. વર્ષ 2022માં દેશની આઝાદીની 75મી જયંતિ હોય ત્યારે આઝાદી માટે ખપી જનારાઓના સપનાનુંભારત બનાવવાનું છે. તે ઓછામાં ઓછું કરી શકાય તેમ છે. ઘરમાં વીજળી, પાણી, શૌચાલય અને ઘરનું ઘર હોય. આ કામ અહીં ઉપસ્થિત તમામ સમર્થવાન સભ્યો કરી શકે છે. 

No comments:

Post a Comment