ભારતના રાજકીય સામાજિક અને આર્થિક બદલાવમાં સોશિયલ મીડીયાએ મહત્વની ભૂમિકા ભજવી છે. જેમાં સોશીયલ મીડિયા આજના યુગની જરૂરિયાત બન્યું છે. સોશિયલ મીડીયાએ આજે એક સર્વ સામાન્ય શબ્દ બની ગયો છે. અને તેના વગર આજની યુવા પેઢી જાણે પાંગળી બની ગઇ છે. તે શ્વાસ લેવાનુ ચુકિ જશે પણ તેના ફેસબુક એકાઉન્ટ્ને અપડેટ કરવાનુ નહિ ચુકે, તે વોટ્સએપ પર તેના મિત્ર કે મિત્રતાને રીપ્લાય આપવાનુ નહી ચુકે. આને આજ યુવાનોની સોશિયલ મીડીયા પ્રત્યેની ઘેલછાને રાજકારણીઓ સારી રીતે જાણે છે.
આથી જ છેલ્લા છ મહીનાથી નેતા ઓની એક મોટી ફોજ આ માધ્યમ માં ઉતરી પડી છે. પોત પોતાના ફેસબુક, ટ્વીટર, બ્લોગ માં પોતે કે પોતાના માણ સો દ્વારાપોતાની વાત કે પછી ભાષણ આ માધ્યમ દ્વારા રજુ કરવા લગ્યા છે. પોતાના ફેસબુકમાં ૫૦૦૦ મિત્રો બનિ જાય ત્યા તો ધારાસભા લડ્વાના દીવાસ્વપ્ન જોવા લગે છે. અને તેના મિત્રો હરીફોને આ બાબત ખુબ ગર્વથી કહે. વોટ્સ એપ નુ પણ આવુજ છે. જેવા નવરા પડે કે તુરન્ત તેના વોટ્સ એપ ના બીજા મીત્રો ને તેનો અને તેની પાર્ટી નો પ્રચાર કરવા લગે છે. થોડા વધુ ભણેલ ગણેલ અને લાંબા વીઝ્ન વળા નેતા ઓ પોતાનોબ્લોગ બનાવી અને ત્યાથી પ્રચાર કરે છે. અને તેનાથી પણ બેડગલા આગળ અમુક નેતાઓ એતો તેની વ્યક્તીગત વેબ સાઇટ પણ બનાવી લીધી છે. અને તેના માધ્યમ થી તે પોતાને સમાજમાં રજુ કરે છે. યુવા વર્ગને પણ આ પ્રકારનુ હાઇટેક નેત્રુત્વ અને નેતા ખુબ ગમે છે. તે તમે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને શશી થરૂરના લોક્પ્રીયાતા પરથી જોયુ છે.
સોશિયલ મીડીયા અકલ્પનીય રીતે પ્રોગ્રેસ કરી રહ્યુ છે. તમામ રાજકારણીઓએ આજે નહી તો કાલે આ માધ્યમથી જ પ્રચાર પ્રસાર કરવો પડ્શે. હાલમાં જ ઘણા બધા સર્વેના તારણો બહાર આવ્યા છે જેમા આગામી લોકસભા-૨૦૧૪ ની ચુંટણીમાં ૧૬૨ સીટો ના પરીણામ ઉપર સોશિયલ મીડીયાનુ પ્રભુત્વ રહેશે, અને રસપ્રદ બાબત એછેકે ગુજરાતની ૨૬ માંથી ૧૭ સીટ ના પરીણામ ઉપર સોશિયલ મીડીયાનુ પ્રભુત્વ રહેશે. જેમાં સૌરાષ્ટ્રની તમામ બેઠકોનો સમાવેશ થાઇ છે અને જે રીતના ઇન્ટરનેટના વપરાશ કારો આ દેશ અનેદુનીયામા વધી રહ્યા છે. તે આંકડાઓ પણ ચોંકાવનાર છે.
આમતો જો કે અમેરીકા, જાપાન, યુકે,ચીનની સરખામણીમાં ભારત થોડુ પાછ્ળ છે પરંતુ તેનો પ્રોગ્રેસ પણ નોંધ પાત્ર તો છેજ. એક સર્વે અનુસાર ૧૨૧૦ મીલીયન ની ભારતની કુલ વસ્તીના ૯૦૪ મીલીયન મોબાઈલ સબસ્ક્રાઇબર છે. જેમાથી ૭૮ મીલિયન લોકો તેના મોબાઇલ ડીવાઇસથી ઈન્ટરનેટ વાપરી રહ્યા છે. આમાના લગભગ બધા યુજર કોમ્પ્યુટરથી પણ ઈન્ટરનેટ વપરે છે. અને આ ઈન્ટરનેટનો ૮૦%થી વધુ ઉપ્યોગ સોશિયલ મીડીયા માટે થાય છે. જેમા ૬૭ મીલિયન ફેસબુકના ભારતમાં યુઝર છે.
ઉપરના આન્કડાઓ જોતા આપણે કલ્પ્ના કરી શકિયે કે આજની યુવા પેઢી કેટલી ગાળાડુબ છે આ સોશિયલ મીડીયામાં અને આથીજ સ્વાભાવીક છે કે રજકારણમાં પણ આ સોશિયલ મીડીયાના આ પ્રભાવનો ખુબ મોટા પ્રમાણ માં ઉપયોગ થાઇ તે સ્વાભાવીક વાત છે. અને જે રાજકીય વ્યક્તીઓ અને રાજકીય પાર્ટીઓયએ આ મધ્યમને આવકારી લીધી છે તેમને તેનો લાભ પણ થવા લગ્યો છે. અને જે પાર્ટીઓ આમાં પાછળ છે. તેમણે કેમ આગળ વધવુ તેના રસ્તાઓ શોધી રહ્યા છે. પણ એક વાત સ્પસ્ટ છે કે આજના સમયમાં અને આવનાર સમયમાં સોશિયલ મીડીયા વીના રાજકારણ કરવુ કદાચ શક્ય નહી બને તમારે તમારી દરેક વાત આવનારા સમય માં સોશિયલ મીડીયાના માધ્યમથી જ લોકોને સમજાવવી પડશે. અને જો પોતાનુ રાજકીય ભવીષ્ય સુરક્ષીત રખવુ હશે તો દરેક નાના મોટા રજકારણીઓએ ખુબજ જલ્દીથી સોશિયલ મીડીયાને અપનાવી અને તેમા ખુબ મીત્રો અને ફોલોઅર્સ બનાવવાજ રહ્યા.
No comments:
Post a Comment