Friday, 5 September 2014

શિક્ષકોના શ્રેષ્ઠ માર્ગદર્શક દ્વારા જ ધરતી પર ઈશ્વરીય સભ્યતાની સ્થાપના સંભવ : હેપ્પી ટીચર્સ ડે #HappyTeachersDay

 

શિક્ષક એ વ્યક્તિ છે જે એક બગીચાને જુદા જુદ રંગરૂપના ફૂલોથી સજાવે છે. જે વિદ્યાર્થીઓને કાંટાળા માર્ગે પણ હસીને ચાલવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમને જીવવાનુ કારણ સમજાવે છે. શિક્ષક માટે બધા વિદ્યાર્થીઓ સમાન હોય છે અને તે બધાનુ કલ્યાણ ઈચ્છે છે. શિક્ષકની એ ધરા હોય છે, જે વિદ્યાર્થીને સાચુ-ખોટુ અને સારુ-ખરાબની ઓળખ કરાવવા માટે બાળકની અંદર રહેલી શક્તિઓને વિકસિત કરવાની આંતરિક શક્તિને વિકસિત કરે છે. 

તે પ્રેરણાના ફુવારાથી બાલક રૂપી મનને સીંચીને તેના પાયાને મજબૂત કરે છે અને તેના સર્વાગીણ વિકાસ માટે તેનું માર્ગદર્શન કરે છે. પુસ્તકી જ્ઞાનની સાથે નૈતિક મૂલ્યો અને સંસ્કાર રૂપી શિક્ષાના માધ્યમથી એક ગુરૂ જ શિષ્યના સારા ચરિત્રનું ઘડતર કરી શકે છે. 

એક એવી પરંપરા આપણી સંસ્કૃતિમાં હતી, તેથી કહેવાય છે કે 'ગુરૂ બ્રહ્મા , ગુરૂ વિષ્ણુ, ગુરૂ દેવો મહેશ્વરા. ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ: શ્રી ગુરૂદેવ નમ:. ઘણા ઋષિ મુનિયોએ પોતાના ગુરૂઓની તપસ્યાને શિક્ષાને મેળવીને જીવનને સાર્થક બનાવ્યુ. એકલવ્યએ દ્રોણાચાર્યને પોતાના માનસ ગુરૂ બનાવીને તેમની મૂર્તિને પોતાની સામે મુકીને ઘનુર્રવિદ્યા શીખી. આ ઉદાહરણ દરેક શિષ્ય માટે પ્રેરણાદાયક છે. 

ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણએ શિક્ષા મેળવવા માટે બાળપણમાં પોતાનુ ઘર છોડીને શિક્ષા મેળવી અને પોતાના જીવનને સાર્થક બનાવ્યુ. વિદ્યા જેવુ અમૂલ્ય ધન મેળવવા માટે આપણે હંમેશા એક સારા ગુરૂની શોધ કરતા આવ્યા છે. કારણ કે એક સારા શિક્ષક જ આપણા ભવિષ્યનુ નિર્માણ કરી શકે છે. 

વિદ્યાર્થી પોતાના ગુરૂને જીવનના દરેક ક્ષણ પર યાદ કરે છે અને તેમની વિશેષતાઓને પોતાના વ્યક્તિત્વમાં લાવવાનો પ્રયાસ કરે છે. સારા શિક્ષકથી શિક્ષા મેળવ્યા વગર આપણી અંદર સદ્દવિચાર આવવા મુશ્કેલ છે. આ શિક્ષા જ આપણા માનવ જીવનમાં સદવિચારોને જન્મ આપે છે. પ્રાચીન સમયમાં શિષ્ય ગુરૂકૂળમાં રહીને શિક્ષા મેળવતા અહ્તા. આજે આ શિક્ષા ગુરૂકુળમાંથી થઈને આલીશાન અને ભવ્ય ઈમારતોમાં આવી ગઈ છે જેને આપણે શાળા કહીએ છીએ. 

આપણા શિક્ષકોએ પોતાની જવાબદારીને નિભાવવી પડશે, ત્યારે જ રાષ્ટ્રના આ કોમળ ફૂલ મજબૂત હ્રદયથી રાષ્ટ્રને મજબૂત કરશે. વિદ્યા દદાતિ વિનયમ. અર્થાત વિદ્યા વિનયથી શોભે છે, જે જેટલો વિદ્વાન હશે તે એટલો જ નમ્ર પણ હશે. શિક્ષાનું સ્વરૂપ બદલાતુ જાય છે. પરંતુ પ્રતિસ્પર્ધાના યુગમાં માનવ પોતાની જવાબદારીઓને ભૂલતો જઈ રહ્યો છે. 

શિક્ષાથી જ માનવ જીવનનુ કલ્યાણ થઈ શકે છે. શિક્ષા વગરનો માનવીની સફળતાની પરિકલ્પના કરવી અશક્ય છે.

ભૌતિક ,સામાજિક અને આધ્યાત્મિક ગુણોથી ઓતપ્રોત શિક્ષકોના દ્વારા જ સમાજમાં વ્યાપ્ત  બુરાઈયોને સમાપ્ત 
કરીને એક સુન્દર, ભવ્ય અને સુંસંસ્કારિત સમાજનો નિર્માણ કરાય છે. સર્વપલ્લી ડા. રાધાકૃષ્ણન પણ એવા જ મહાન શિક્ષક હતા.જેણે પોતાના મન,વચન  અને કર્મ દ્વ્રારા પૂરા સમાજને બદલવાની અદભુત મિશાલ પ્રસ્તુત કરી. વાસ્તવમાં એવા જ શ્રેષ્ઠ શિક્ષકોના માર્ગદર્શન દ્વારા બધા સમાજને ઈશવરીય સભ્યતાની સ્થાપના થશે. તેથી આવો શિક્ષક દિવસ પર અમે બધા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીને શત-શત નમન કરતા તેની શિક્ષાઓ તેના આદર્શો  અને જીવન મૂલ્યોને પોતાના જીવનમાં આત્મશાત કરી એક સુન્દર ,સભ્ય ,સુસંસ્કારિત અને શાંતિપૂર્ણ સમાજનો નિર્માણ માટે દરેક બાળકને ટી.ક્યુ.પી એટલે ટોટલ ક્વાલિટી પર્સન બનાવીએ.  
 
 
જીવનનો પાઠ શીખડાવતા ગુરૂ ,બાળકના જીવનને સફળ બનાવવાની આધારશિલા અમને બાળપણમાં જ રાખી દેવી જોઈએ. 
 
એક કુશળ ઈંજીનીયર તે જ હોય છે જે એક ભવ્ય ઈમારત કે ભવનનો નિર્માણમાં તેમની નીંવને સૌથી વધારે મહત્વપૂર્ણ માનતા તેને મજબૂત બનાવે છે. અને જ્યારે પણ ભવનની નીંવ મજબૂત હોય તો પછી તમે તેના ઉપર બનાવેલ ભવનને જેટલું હોય તેટલું ઉંચો બનાવી શકો છો. અને આ પ્રકારે બનાવેલ ઈમારત બીજા  ભવનો  અને ઈમારતોની અપેક્ષા વધારે સમય પોતાના અસ્તિતવને જાણવી રાખવામાં સફળ હોય છે.તેમજ  અમે બાળકો  વિશે વિચારવો જોઈએ. કારણ કે દરેક બાળકની નીંવને મજબૂત કરવા માટે બાળપણથી  જ તેને તેની વાસ્તવિકતાના આધારે ભૌતિક  ,સામાજિક  અને આધ્યાત્મિક ત્રણે પ્રકારની ઉદેશ્યપૂર્ણ અને સંતુલિત શિક્ષા દેવી જોઈએ. 


મારે ફરી એક વાર શાળાએ જવું છે.

દોડતા જઈ ને મારે રોજની બાકડીએ બેસવું છે.

રોજ સવારે ઉચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે.

નવી નોટ ની સુગંધ લેતા પહેલા પાને,

સુંદર અક્ષરે મારું નામ લખવું છે .

રીસેસ પડતાજ વોટર બેગ ફેકી ,

નળ નીચે હાથ ધરી પાણી પીવું છે.

જેમ તેમ લન્ચ્બોક્ષ્ પૂરું કરી,

મરચું મીઠું ભાભારાવેલ આંબલી – બોર – જમરૂખ -દ્રાક્ષ બધું ખાવું છે.

સયાકલા ના પૈઈડા ને સ્ટમ્પ બનાવીને ક્રિકેટ રમવું છે .

કાલે વરસાદ પડે તો નિશાળે રાજા પડી જાય,

 એવા વિચારો કરતા સુઈ જવું છે.

અનપેક્ષિત્ આનંદ માટે મારે ફરી એક વાર શાળાએ જવું છે.

છૂટવાનો ઘંટ વાગવાની રાહ જોતા,

 મિત્રો સાથે ગપ્પા મારતા વર્ગ માં બેશાવું છે ,

ઘંટ વગતાજ મિત્રો નું કુંડાળું કરીને સાયકલ ને રેશ લગાવતા ઘરે જવું છે

રમત ગમત ના પીરીયડ માં

 તારા ની વાડમાંના બે તારનો વચેથી સરકી બહાર નીકળી જવું છે.

તે ભાગી જવાની મોજ અનુભવવા .

મારે ફરી એક વાર નિશાળે જવું છે.

No comments:

Post a Comment