Friday 1 August 2014

રાષ્ટ્રપિતાને સમર્પિત આ નગરનું નામ ગાંધીનગર રાખવામાં આવ્યું


1 મે 1970ના રોજ ગાંધીનગરને રાજધાનીનું ગૌરવ પ્રાપ્ત થયું ગુજરાતના પાટનગર ગાંધીનગરનો આજે બર્થ ડે

એશિયા સૌથી હરિયાળા શહેરોમાં માનવામાં આવનારું ગાંધીનગર શહેર શુક્રવારે 50 વર્ષ પુરા થયા છે. જો કે રાષ્ટ્રપિતાને સમર્પિત આ નગરનું નામ ગાંધીનગર અલગ ગુજરાત રાજ્યની સ્થાપના દોઢ મહિના પૂર્વે 16 માર્ચ, 1960ના રોજ રાખવામાં આવ્યું હતું, પરંતુ તેની વિધિવત ઇંટ વર્ષ 1965માં 2 ઓગષ્ટના રોજ હાલની જીઇબી કોલોની પાસે રાખવામાં આવી હતી. તે સમયે આ શહેરની વસ્તી મુશ્કેલીથી 14 હજાર હતી. ચારેય તરફ જંગલ હતું અને દૂર-દૂર સુધી વસ્તીનું નામોનિશાન ન હતું. આજે આ શહેર ચારેતરફ વિકસ્યું છે. આ સાથે જ વસ્તી વધીને 3,60,071 થઇ ગઇ છે. ગાંધીનગરની સ્થાપનાની ઇંટ મૂક્યાના પાંચ વર્ષ બાદ 1 મે 1970ના રોજ ગાંધીનગરને રાજધાનીનું ગૌરવ પ્રાપ્ત થયું હતું.

1 મે 1970ના રોજ ગાંધીનગરમાં પ્રથમ સચિવાલય અમદાવાદથી કે, જે અમદાવાદમાં હાલના પોલીટેકનીક મકાન (આંબાવાડી) થી હાલના ડો.જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રીના નામથી પરથી બનાવવામાં આવેલી બિલ્ડિંગમાં સ્થળાંતર થયું. તા.11 જુલાઇ, 85ના રોજ સચિવાલય તેનું પોતાનું પૂર્ણ સુવિધાવાળા બ્લોક નં.1થી 14 અને 1થી 9 માળમાં વહેંચાયેલા મંત્રીઓ માટે બ્લોક નં.1માં વિશિષ્ટ સુવિધાઓ સાથેના હાલના બિલ્ડીંગમાં સ્થળાંતરીત થયું અને હાલમાં વહીવટીય પાંખ તે મકાનમાંથી લોકહિતના અને જન કલ્યાણના અંગેના નિર્ણયો લે છે.

આ સચિવાલયનું ખાત મુહુર્ત 1 જાન્યુઆરી, 1978માં કરવામાં આવ્યું હતું. સરકારી કામકાજનું લોકસંપર્ક ધરાવતું ત્રીજું ભવન છે. ઉદ્યોગભવન, જેનું ઉદ્ઘાટન તા.17-1-91ના રોજ કરવામાં આવ્યું છે. જે 19 બ્લોક સાથે એકમાળથી 7 અને 9 માળ ધરાવે છે જ્યાં ઉદ્યોગોને લગતી તમામ કચેરીઓ ઉપરાંત વિવિધ નિગમો એ પોતપોતાની જગ્યા ખરીદી કચેરીઓ બનાવી છે. ઉપરાંત ઇન્કમટેક્ષ કચેરી, સ્ટેટ બેંક, સૌરાષ્ટ્ર બેંક વગેરે કચેરીઓ આવેલી છે. રાજધાની બન્યા બાદ ગાંધીનગર શહેરનો ઝડપથી વિકાસ થઇ રહ્યો છે. તેની જવાબદારી ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ (ગુડા)ને સોંપવામાં આવી. ગુડાનું નિર્માણ 13 જુલાઇ 1970ના રોજ કરવામાં આવ્યું હતું.


No comments:

Post a Comment