Monday 21 July 2014

સ્‍વચ્‍છ ભારતના પ્રોજેક્‍ટને વર્ષ ૨૦૧૯માં પૂર્ણ કરવો અશક્‍ય


વાડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ હાલમાં વર્ષ ૨૦૧૯ સુધી સ્‍વચ્‍છ ભારતના પોતાના ડ્રીમ પ્રોજેક્‍ટની વાત કરી હતી. પરંતુ આ પ્રોજેક્‍ટને વર્ષ ૨૦૧૯ સુધી પૂર્ણ કરવાની બાબત શક્‍ય દેખાતી નથી. આના માટે અનેક કારણો જવાબદાર દેખાઇ રહ્યા છે. લેબર અને નાણાની ફાળવણીને જોતા આ બાબત શક્‍ય દેખાઇ રહી નથી. આ પ્રોજેક્‍ટ માટે રૂપરેખા તૈયાર કરવામાં લાગેલા ટોચના સરકારી અધિકારીઓ પણ આ વાત હવે કબુલે છ. તેમનુ કહેવુ છે કે તેઓ છેલ્લા હબે મહિનાથી કામમાં લાગેલા છે. રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. પરંતુ અનેક પ્રશ્‍ન રહેલા છે. સ્‍વચ્‍છ ભારતના મહત્‍વકાંક્ષી મિશન હેઠળ ૮૦૦ મિલિયન ટોઇલેટ બનાવવામાં આવનાર છે. સાથે સાથે ભારતને સ્‍વચ્‍છ ભારત બનાવવા માટે આધુનિક સેવેજ સિસ્‍ટમની જરૂર છે. આવી સ્‍થિતીમાં આ મહાકાય પ્રોજેક્‍ટ પૂર્ણ કરવામાં હજુ સમય લાગશે.

   વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી રાષ્‍ટ્રપિતા મહાત્‍માં ગાંધીની વર્ષ ૨૦૧૯મા ૧૫૦મી જન્‍મજંયતિની ઉજવણી કરવામાં આવનાર છે. ત્‍યારે તેમને આ પ્રોજેક્‍ટ પૂર્ણ કરીને અંજલિ આપવામાં ઇચ્‍છુક છે. ડ્રિન્‍કિંગ વોટર એન્‍ડ સેનિટેશન મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલી દરખાસ્‍ત સંકેત આપે છે કે પ્રોજેક્‍ટને પૂર્ણ કરવામાં વધારે સમય લાગશે. રાજકીય ઇચ્‍છાસક્‍તિ હોવાની સ્‍થિતીમાં પમ પ્રોજેક્‍ટ વધારે સમય લેશે. નાણા અને માનવીય સંશાધનો ખુબ મોટા પાયે આમાં રાખવા પડશે. મંત્રાલયના સુત્રોએ કહ્યું છે કે આાગામી ૧૦ દિવસમાં મુસદ્દાની દરખાસ્‍ત પીએમઓને સોંપી દેવામાં આવનાર છે. આ પ્રોજેક્‍ટના ભાગરૂપે પ્રથમ વર્ષમાં જ ઓછામાં ઓચા ૨૦ મિનિયન ટોઇલેટ બનાવવા પડી શકે છે. પ્રોજેક્‍ટની સામે કેટલાક પડકારો રહેલા છે. સૌથી મોટો પડકાર લેબરની અછત છે. ટોઇલેટ બનાવવા અને તેને જાળવી રાખવા લેબરની જરૂર રહેસે. આ વર્ષના અંત સુધી ઓછામાં ઓછા ૨૦૦૦ કાર્યક્રમ હાથ ધરવામાં આવનાર છે. જે જનજાગળતિ સાથે સંબંધિત રહેશે. આમાં કેન્‍દ્રિય માનવ સંશાધન વિકાસ મંત્રાલય, આરોગ્‍ય અને પંચાયતીરાજ મંત્રાલયની મદદ લેવામાં આવશે.

   વર્ષના અંત સુધી ૨૦૦૦ જાગળતિના કાર્યક્રમ રહેશે

   વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ સ્‍વચ્‍છ ભારત  માટેના મહત્‍વકાંક્ષી ડ્રીમ પ્રોજેક્‍ટની જાહેરાત કરી દીધી છે પરંતુ આ પ્રોજેક્‍ટને સમયસર પૂર્ણ કરવાની બાબત ખુબ મુશ્‍કેલ છે. મોદીના પ્રોજેક્‍ટને પૂર્ણ કરવાની દિશામાં આગળ વધવા માટે માનવ સંશાધન વિકાસ મંત્રાલય, આરોગ્‍ય મંત્રાલય અને પંચાયતી રાજ મંત્રાલયની મદદ લેવામાં આવનાર છે. તેમની મદદતી આ વર્ષના અંત સુધી ૨૦૦૦ જનાજાગળતિ કાર્યક્રમ હાથ ધરવામાં આવનાર છે. પ્રવર્તમાન ટોઇલેટની સંખ્‍યા અને આના માટે ભાવિ કેવા પગલાની જરૂર રહેશે તે સંબંધમાં અહેવાલ તૈયાર કરવામાં આવશે. આ અહેવાલને આધારે સંબંધિત વિભાગો પછી આગળ વધશે. મોટા ભાગના લોકો હાલમાં માની રહ્યા છે કે આ પ્રોજેક્‍ટને સમયસર વર્ષ ૨૦૧૯ સુધી પૂર્ણ કરી શકાશે નહી.
   સ્‍વચ્‍છ ભારત પ્રોજેક્‍ટ

   - સ્‍વચ્‍છ ભારતના મોદીના ડ્રીમ પ્રોજેક્‍ટને વર્ષ ૨૦૧૯ સુધી પૂર્ણ કરવાની બાબત અશક્‍ય

   - પુરાતા પ્રમાણમાં મજુરો અને નાણાં હાલમાં નથી

   - દેશમાં ૧.૨૩ અબજ લોકો મૂળભૂત ટોઇલેટની સુવિધા ધરાવાતા નથી

   - પ્રોજેક્‍ટ માટે રૂપરેખા તેયાર કરવામાં સરકારી અધિકારીઓ વ્‍યસ્‍ત

   - દરખાસ્‍ત ટુંકમાં પીમઓને મોકલી દેવામાં આવશે

   - પ્રોજેક્‍ટને વર્ષ ૨૦૨૨ સુધી લંબાવવાની જરૂર પડી શકે

   - મહાત્‍માં ગાંધીની વરપ્‍ષ ૨૦૧૯માં ૧૫૦મી જન્‍મજયંતિ

   - મોદીના પ્રોજેક્‍ટને લઇને વિવિધ મંત્રાલયો ગંભીર

No comments:

Post a Comment