Thursday 5 June 2014

શું ? એક ગુજરાતી (@narendramodi) ને એક ગુજરાતી (@sampitroda) મદદ નહિ કરે..




વડાપ્રધાનના પબ્લિક ઇન્ફોર્મેશ ઇન્ફ્રાસ્ટ્રકચર એન્ડ ઇનોવેશન્સના સલાહકાર ગુજરાતી સામ પિત્રોડાએ રાજીનામું આપી દીધું છે. કૉંગ્રેસ લીડ યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (યુપીએ)ની નજીકના ગણાતા પિત્રોડા વડાપ્રધાનની સલાહકાર ટીમમાં સામેલ હતા. ગુજરાતી પિત્રોડાએ દેશના વડાપ્રાધાન નરેન્દ્ર મોદી ને પોતાનું રાજીનામું -મેલથી મોકલી આપ્યું છે. સિવાય પિત્રોડા નેશનલ ઇનોવેશન કાઉન્સિલના પણ ચેરમેન છે. ટેલિકોમ એક્સપર્ટસ પિત્રોડાએ ભારતમાં ટેલિકોમ્યુનિકેશન સેકટરમાં એક ક્રાંતિ સર્જી છે.

સર્વ પ્રથમ હું સામ પિત્રોડા ના જીવન વિશે થોડી માહિતી આપવા નું જરૂરી સમજુ છું. ઓરિસ્સાનું તીતલીઘાટ ગામ. મહિને વીસ રૂપિયા પગારથી ગંગારામ અને શાંતાજીની ગૃહસ્થી શરૂ થઇ! સ્વાભિમાની ગંગારામે સમય જતાં વધુ પગાર માગ્યો તો જવાબમાં ફરજમુક્તિ મળી! સાહસિક ગંગારામે પોતાનું અલાયદું કામ શરૂ કર્યું અને વીસની આવક મહિને બે હજારની થઇ. એક નાના ઉદ્યોગપતિ થઇ ગયા ગંગારામ ક્વીટ ઇન્ડિયા મૂવમેન્ટ વખતે ૧૯૪૨માં શાંતાજીના ખોળે ત્રીજું બાળક જન્મ્યું તે સત્યનારાયણ... હા આપણા પોતીકા લાગતા તે ડો. સામ પિત્રોડા. આઠ ભાઇ-બહેનમાં ત્રીજો ક્રમ તેઓનો. આજે ૭૧ વર્ષે યાદ કરે છે કે ૧૯૪૮માં મહાત્માજીની હત્યા થઇ ત્યારે પિતાજી ઘરે આવી બોલેલા કે 'બાપુજી ગુજરી ગયાઅને ઘરમાં બધાએ વાત સાંભળી નહાવું પડેલું! સરદાર-ગાંધી નેશનલ ફિગર હતા, પિત્રોડા કુટુંબ માટે તો તેઓ 'ગુજરાત સાથેનો નાતોહતા. ઓરિસ્સાનું નાનું ગામ. હોસ્પિટલ નહીં, ફોન નહીં, સ્કૂલ નહીં.

મોટાભાઇ માણેકભાઇ તેર વર્ષના અને સત્યેન દસ વર્ષના. સરદાર પટેલે વિદાય લીધેલી અને વલ્લભ વિદ્યાનગર બનતું હતું અહીં ગુજરાતમાં. બંને ભાઇઓ ભણવા આવ્યા વિદ્યાનગર. ગાંધીઅન એન્વાર્યમેન્ટ. ત્યાં એક વિરલ શિક્ષક મળ્યા. રાષ્ટ્રપતિ એવોર્ડ પ્રાપ્ત કરનાર સુમનભાઇ વૈદ્ય. સામ કહે છે: સુમનભાઇ વૈદ્ય વોઝ માય ફાધર, માય ટીચર, મારા ગુરુ. ટુ અસ હી વોઝ અલ્ટિમેટ. હી હેઝ ગ્રેટ ઇમ્પેક્ટ ઓન માય લાઇફ...ધોરણ પાંચથી નવ વલ્લભવિદ્યાનગરમાં. અહીં શીખ્યા શિસ્ત-નીતિ-મૂલ્યો- ગાંધીઆદર્શો-સત્ય-સાદગી-બલિદાન અને સૌ પ્રત્યે પ્રેમ.

ડો. સામ પિત્રોડાના જીવનમાં સઘળું આજે પણ અકબંધ છે તેનો શ્રેય વલ્લભવિદ્યાનગરને! ત્યાંથી આવ્યા વડોદરા. કલાભવનની ટેક્નિકલ સ્કૂલમાં ધોરણ દસ અને અગિયાર કર્યું. મેટ્રિકમાં ૧૨૬માંથી પાસ થનાર વિદ્યાર્થીઓમાં સત્યેન એક હતા. ઉનાળુ અને દિવાળી વેકેશનમાં ઓરિસ્સામાં જવાનું. પણ ત્યાં જવું એક પ્રોજેક્ટ જેટલું અઘરું હતું ત્યારે. પિતાજી હાર્ડ વર્કિંગ, માતા શિસ્તબદ્ધ. પિતાનાં કપડાં ધોવાનાં-વાસણ ઘસવાનાં-સવારનો નાસ્તો બનાવવાનો. આઠ ભાઇ-બહેન અને બીજાં આઠ કાકાનાં! એકબીજાં પાસેથી શીખતાં ગયાં. Sense of Family અને Sense of Belongingness દૃઢ થઇ. મા-બાપને સંતાનોમાં પાકો ભરોસો. શું કરો છો અને શા માટે કરો છો, એવું કદી પણ પૂછવાનું નહીં... તેમ તે સમયે કોઇ ગાઇડ કરનારું પણ નહીં. એમ.એસ. યુનિવર્સિટી, વડોદરામાં કોલેજ કરી. થવું હતું આર્કિટેક્ટ, કારણ ચિત્રનો શોખ હતો. નાટક અને ડિબેટમાં ખૂબ રસ પડતો હતો. પણ બી.એસ.સી. સાથે ફિઝિક્સ કર્યું. મોટાભાઇ પાછા ઓરિસ્સા ગયા તો નાનાં ભાઇ-બહેન અહીં આવ્યાં. છોકરીઓને પણ ભણાવવી છે તેવું મા-બાપ માનતાં.

સત્યનારાયણને ફિઝિક્સ સહેલું લાગ્યું અને તેમાં રસ પડયો એટલે તેમાં સ્નાતક થયા. છાપામાં વાંચ્યું કે પ્રેસિડેન્ટ કેનેડી ચંદ્ર પર માણસ મોકલવાના છે. મનમાં આવ્યું કે ચાલો આપણે અમેરિકા જઇએ. ડો. સામ બહુ સહજતાથી વાત કરતાં કહે છે: ‘I was young, energetic but stupid at that time.’ સામ ભણતા ભણતા બીજાને ભણાવતા હતા. એમ તો સામને ત્રણ હજાર રૂપિયા સ્કોલરશિપ પણ મળી અમેરિકા જવા માટે... પણ હા, અમેરિકા જતાં પહેલાં તેઓ પ્રેમમાં પડયા એક નાગર કન્યાના! તે સમયના ડેપ્યુટી કમિશનર હરિભાઇ છાયાના પુત્રી અંજુની નિર્દોષ સાદગી સામને સ્પર્શી ગઇ. જ્ઞાતિ-સમૃદ્ધિ-જોબ વગેરેના પ્રશ્નો થયા પણ પ્રેમ આગળ પ્રશ્નો પાણી ભરે..! અંજુ સાથે પરણવાનું નક્કી કરી સામ અમેરિકા ઊપડયા. બોટમાં મુંબઇથી કરાંચી, એડન, એલેકઝાંડ્રિયા. ત્યાંથી બસમાં ઇજિપ્ત, નેપલ્સ, જીનોવા. ત્યાંથી ટ્રેનમાં લંડન, ન્યૂયોર્ક અને ત્યાંથી બસમાં શિકાગો!! 'બાઘા હતા ત્યારે. બરફ કદી જોયેલો નહીં. અંગ્રેજી સારું હતું નહીં.’ Culture of Reading તો હતું નહીં. પિતા ઓછું ભણેલા એટલે ઘરમાં નો લાઇબ્રેરી-નો બુક્સ.  Didn’t have broad understanding of culture પણ ત્યારે અજ્ઞાનતા મોટી મૂડી સાબિત થઇ. પૂછતા ગયા, જાણતા ગયા, આગળ વધતા ગયા. ફિઝિક્સમાં પી.એચડી. કરવા અમેરિકા ગયેલો, પણ કહે છે કે એમાં તો સાત વર્ષ થાય. એટલો બધો સમય મારી પાસે હતો નહીં, કારણ કે મારી ગર્લફ્રેન્ડ ઇન્ડિયામાં મારી રાહ જોતી હતી. કોઇકે કહ્યું: ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગમાં માસ્ટર્સ કરો, નવ મહિનામાં થઇ જશે. તે કર્યું. જોબ શરૂ કરી તરત . તે સમયે વિયેટનામ યુદ્ધ ચાલે એટલે ડિફેન્સમાં નોકરી તરત મળે પણ ગાંધીઅન હોવાથી તે નોકરી નહોતી કરવી.

ટીવીનું ટ્યુનર ડિઝાઇન કરવાની જોબ કરી. ત્યારે મને બધા 'સત્યમ્કહેતા. પણ પહેલા પગારના ચેકમાં લેડીએ નામ ટૂંકાવીને લખ્યું 'સામ’. It was not worth fighting on name at that time because I was in need of money... બસ, પહેલા પગારથી હું સત્યનારાયણ, સત્યેન, સતુ, સત્યમ્ મટીને સામ થઇ ગયો! કામની સાથે સાત વર્ષ સુધી અભ્યાસ ચાલુ રાખ્યો. દસ વર્ષ  General Telephone and Electronics માં કરી સામ મુખ્ય સંશોધકોની ટીમમાં સામેલ થયા. એક દિશાના નક્કર પ્રયાસો, પરસેવો પાડતો પુરુષાર્થ અને અંદરની સૂઝને લઇને એક પછી એક 'પેટન્ટની હારમાળા ઊભી કરી દીધી, સામ પિત્રોડાએ.

1971થી તેમનો ડંકો વાગવા લાગ્યો. સામ પિત્રોડા દ્વારા થયેલ શોધ અને પેટન્ટ માટે એક-એક પાનું લખીએ તો પણ બસોથી વધુ પાનાં લખવાં પડે! સફળતાએ તેઓને ટેલિકોમ્યુનિકેશનના ક્ષેત્રે ટોચ પર બેસાડયા. ૧૯૬૬માં સામ સંગે અંજુની જીવનયાત્રા શરૂ થઇ. છેલ્લાં અડતાલીસ વર્ષોથી શિકાગો સ્થાયી છે. બંને પક્ષના બધા કુટુંબીઓ શિકાગો આવ્યા.


દીકરો સિલિકોન વેલીમાં છે, દીકરી લોસએન્જલસમાં એમબીએ કરે છે. અમેરિકામાં બિઝનેસ શરૂ કર્યો. ખૂબ નામ અને દામ કમાણા. ' સફળતામાં મને નસીબ અને મારી કશુંક કરતા રહેવાની ધગશે મને મદદ કરી છેએમ કહેનાર સામ પિત્રોડા સ્વીકારે છે કે બહુ પ્લાનિંગ અને બહુ થિન્કિંગ માત્ર મદદ નથી કરતું. મારે વિયેટનામ નહોતું જવું એટલે પીએચ.ડી.માં રજિસ્ટર થઇ ગયો અને ભાગ્ય મને ટોચ ઉપર લઇ ગયું! બધા કુટુંબીઓને ભારત ફેરવવા લાવ્યા ત્યારે હોટલ પરથી પત્નીને ફોન લગાવ્યો, પણ વાત થઇ! સમયે એરોગન્સ લિટલ બિટ એન્ડ ઇગ્નોરન્સ બિગર. યુએસએસ જઇ પત્નીને કહ્યું કે આવતાં દસ વર્ષ ભારત જઇ ત્યાંના ફોન ફિટ કરવા છે. નક્કી કર્યું: 'દિલ્હી જવું, ઇન્દિરા ગાંધીને મળવું. ગુજરાતના સાંસદ જયદીપસિંહ બારિયા સામના સસરાના મિત્ર. તેમણે પૂછ્યું: તમારે અહીં શું કરવું છે? સામનો જવાબ: મને ટેલિફોન ફિટ કરતાં આવડે છે તે હું કરીશ. સાંભળનારને આશ્ચર્ય થયું! પાણી, અનાજ, રહેઠાણ માટે નહીં ને ફોન માટે? વડાપ્રધાન ઇન્દિરાજીએ દસ મિનિટ આપી. સામે કહ્યું: એક કલાક ફાળવે તો નથી મળવું! આઠ મહિના રાહ જોઇ પૂરી સાઠ મિનિટ. શિકાગોથી સામ પિત્રોડા આવ્યા. આખી કેબિનેટ હાજર. શ્રીમતી ગાંધી થોડાં મોડાં થયાં ત્યારે રાજીવ ગાંધી સાથે વાતો થઇ અને એક નાતો બંધાયો. રાજીવ યુવાન, શક્તિસભર, સ્વપ્નીલ, સામથી બે વર્ષ નાના. એમને સમજાયું કે સામને કંઇક કરવું છે.

સામને સમજાયું કે આમના વગર કંઇ થશે નહીં!

સામે ચાર મુદ્દાઓ મૂકીને સૌને જીતી લીધા:
(1) ટેલિકોમ આઇ.ટી. ભારતનો ચહેરો બદલશે.
(2) આપણને બહારના કોઇની જરૂર નથી, આપણી યંગ ટેલન્ટ, આપણું નોહાઉ, આપણી ટેક્નોલોજી.
(3) ટેલિફોન ડેન્સિટી કરતાં ટેલિફોનની સગવડ, અર્બન કરતાં રૂરલ અને એનાલોગ કરતાં ડિઝિટલ આપણું ભવિષ્ય છે.
(4) મારે કશું નથી જોઇતું, પદ-હોદ્દો-સેલરી કે પ્રવાસ ખર્ચ. સામે વિચાર્યું કે તમે ખૂબ નાણું રળી શકો અથવા દેશનો ચહેરો બદલી શકો. પહેલું અમેરિકામાં કરીશું, બીજું આપણા દેશ માટે કરીશું

1984 માં CDOT સ્થપાયું. નિષ્ણાતો શિકાગો ગયા. ચકાસ્યા સામને. સાડત્રીસ વર્ષના સામથી યુએસએ પ્રભાવિત હતું. સામ બે સપ્તાહ શિકાગોમાં રહે, તો બે સપ્તાહ ભારતમાં.. ઇન્દિરાજીની હત્યા થઇ. રાજીવ વડાપ્રધાન થયા. સામે ભારત આવી જવાનું વિચાર્યું. 'બસ, ટેલિકોમટેક્નોલોજી મિશન, વોટર-લિટરસી-ઇમ્યુનાઇઝેશન-એડિબલ ઓઇલ-ડેરીડેવલપમેન્ટ - Romantic Time, Work on all kinds of issues. સવારના સાડા છથી મધરાત... બોફોર્સના મુદ્દે રાજીવ ચૂંટણી હાર્યા વી.પી. સિંહની સરકારના મંત્રી ઉન્નીક્રિષ્ણને 300 ઇજનેરોની મિટમાં આક્ષેપ કર્યો 'પિત્રોડાએ પૈસા લીધા છે’, સાંભળી બધા ઇજનેરો ઊભા થઇ વોકઆઉટ કરી ગયા. વી.પી.. મિનિસ્ટરને હાંકી કાઢયા! રાજીવ ગાંધીએ કહ્યું છતાં મેં રાજીનામું આપ્યું, કારણ હું તો મારા દેશ માટે પ્રવૃત્ત હતો. હાર્ટએટેક આવ્યો, બાયપાસ કરાવી... ચંદ્રશેખર, નરસિંહરાવ વડાપ્રધાન હતા ત્યારે પણ કામ કર્યું. રાજીવ ગાંધી ગયા પછી હાર્ટ ગયું. રિલેશનશિપમાં ઇન્વેસ્ટ કરવાનું મેં બંધ કર્યું. પાછો અમેરિકા ગોઠવાયો. હવે ત્યાં રહીને અહીં કામ કરું છું.
નેશનલ નોલેજ કમિશનના ચેરમેન ડો. સામ પિત્રોડા નૂતનતમ ભારતની શિક્ષણ સુધારણા યાત્રાના પ્રહરી છે. ૨૦૧૦થી Mitigating Hunger in India-Global Foodbanking Networkના કામમાં વ્યસ્ત છે. લાગણીભીનું હૃદય ધરાવતા સામ બે બાયપાસ સર્જરી કરાવી ચૂક્યા છે.

એક સમયે ખાવાના પૈસા હતા તે કુટુંબના પુત્રએ દસ વર્ષમાં લાખ ડોલર ટેક્સના ભર્યા છે ફોન પર વાતો કરતાં કરતાં તેઓ સ્કેચ દોરી નાખે છે તો જૂની ફિલ્મનાં ગીતો પણ -મેઇલથી ચાહકોને મોકલે છે મમતા બેનરજીના કોલકાતા રિફોર્મ અને ગ્લોબલ નોલેજ ઇનિસિયેટિવમાં સામ ગળાડૂબ છે.
A man with full of life સામ પિત્રોડા વિશ્વની સાત યુનિવર્સિટી દ્વારા ડોક્ટરેટની માનદ ઉપાધિ ધરાવે છે. તેઓ જીવનને એક યાત્રા તરીકે આવકારે છે. 'ક્યાંય પહોંચવું નથી, બસ ચાલતા રહેવું છે. ક્યાં ઉતરો છો તે મહત્ત્વનું નથી, કેટલી યાત્રા કરો છો તે જીવન છે.





No comments:

Post a Comment