Tuesday 18 March 2014

મોદી સહિત ૨૬ ઉમેદવારની આજે જાહેરાત 'મોદી માટે માત્ર લાગણી રજૂ કરાશે, સૂચન નહીં' .....


લોકસભા ચૂંટણી માટે ગુજરાતની ૨૬ બેઠક માટેના ઉમેદવારોની પેનલ ભાજપના પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડે તૈયાર કરી દીધી છે. નરેન્દ્ર મોદી રાજ્યની કઈ બેઠક પરથી લડશે અને ગુજરાતની અન્ય બેઠકો પર કોને ટિકિટ મળશે તેનું રહસ્ય આજે ખૂલી જશે. દિલ્હીમાં મળનારી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નિર્ણય લેવાયા બાદ તેની જાહેરાત થશે. ફિલ્મોમાં અને ગુજરાતી નાટકોમાં હસાવતાં બોલિવૂડ અભિનેતા પરેશ રાવલ હવે નેતા બનશે. તેમને ભાજપ મેદાનમાં ઉતારે તેવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે.

મંગળવારે પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મળેલી બીજી બેઠકમાં રાજ્યની ૨૬ બેઠકનો તખ્તો તૈયાર કરી દેવાયો હતો. ભાજપના પ્રવક્તા વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ૨૬ સીટ માટે ત્રણ-ત્રણ ઉમેદવારની પેનલ તૈયાર કરવામાં આવી છે. બુધવારે દિલ્હીમાં મળનારી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં અંગે અંતિમ નિર્ણય લેવાયા બાદ ૨૬ ઉમેદવારની જાહેરાત થશે.

મંગળવારે તૈયાર કરાયેલી યાદી સાથે ગુજરાતના પ્રભારી ઓમ માથુર, પ્રદેશ પ્રમુખ આર. સી. ફળદુ અને સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા સાંજે દિલ્હી જવા રવાના થયા હતા. જ્યારે બુધવારની બેઠકમાં નરેન્દ્ર મોદી ઉપરાંત ત્રણેય પ્રદેશ નેતાઓ અને અમિત શાહ પણ ગુજરાત અંગેની ચર્ચામાં હાજરી આપશે.

વર્તમાન સાંસદોનાં નામ પેનલમાં યથાવત્ રાખવામાં આવ્યાં, અમિત શાહ પણ ચૂંટણી લડશે, 'મોદી માટે માત્ર લાગણી રજૂ કરાશે, સૂચન નહીં' 


No comments:

Post a Comment