Monday 10 March 2014

कुछ सवाल मोदीजी से ?

(1) ગુજરાત સરકાર તેની કંપની જીએસપીસી મારફત ગેસનો ભાવ 16 ડોલર પ્રતિ મિલિયન મેટ્રિક બ્રિટીશ થર્મલ યુનિટ આપવાની માગ કરી રહી છે , યુપીએ સરકારે તો ગેસનો ભાવ 4 ડોલરથી વધારીને 8 ડોલર કરવાનો આદેશ આપી દીધો છે , જેના કારણે દેશમાં હંગામો મચેલો છે , તો શું તમે દેશના વડાપ્રધાન બનશો તો મુકેશ અંબાણીના ગેસનો 16 ડોલર ભાવ આપશો ?


(2) તમારી સરકાર વગર ટેન્ડરે સોલાર વીજળી પ્રતિ યુનિટે રૃ . 13 માં કેમ ખરીદી રહી છે , જ્યારે મધ્યપ્રદેશમાં રૃ . 7.50 માં અને કર્ણાટકમાં રૃ . 5.50 ખરીદાતી હોય ત્યારે તમે આટલા ઊંચા ભાવે કેમ ખરીદો છો ?


(3) ગુજરાતમાં કૃષિ વિકાસ દર 11 ટકા થયો હોવાનો તમારો દાવો ' સફેદ જૂઠ ' કરેલુ છે. રાજ્યમાં 2006-2007 માં કુલ કૃષિ ઉત્પાદન રૃ . 27815 કરોડ હતું , જે 1998-99 ના ભાવે 2012-13 માં રૃ . 25908 કરોડનું થયું છે ત્યારે વાસ્તવમાં કૃષિનો વિકાસ દર માઈનસ (-) 1.18 ટકા છે , તો કયા આધાર ઉપર 11 ટકા વિકાસ દરનો તમે દાવો કરો છો ?


(4) છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં લગભગ 66 ટકા લઘુઉદ્યોગો બંધ થઈ ગયા છે , દા.ત. મહેસાણામાં 187 એકમોમાંથી 140 એકમો બંધ જોવા મળ્યા છે , આ સ્થિતિમાં તમારું વિકાસનું મોડલ કયું છે ? શું નાના અને મધ્યમ ઉદ્યોગો બંધ કરીને દેશનું ઉદ્યોગક્ષેત્ર તમે તમારા ચાર - પાંચ માનીતા ઉદ્યોગ ગૃહોના હાથમાં સોંપી દેશો ?


(5) તમે ગુજરાતમાં ભ્રષ્ટાચાર ખતમ થઈ ગયો હોવાનો દરેક જગ્યાએ દાવો કરો છો , પણ ગુજરાતના લોકો સાથેની વાતચીતથી ખબર પડી છે કે , તલાટીની નોકરી માટે રૃ . 10 લાખની લાંચ માગવામાં આવે છે , બીપીએલ કાર્ડ બનાવવાથી માંડીને ઔદ્યોગિક લાઈસન્સ લેવા સુધી દરેક સરકારી કામમાં લાંચ આપવી પડે છે , લોકો ભ્રષ્ટાચારથી બેહદ દુઃખી છે , ત્યારે તમે કેવો દાવો કરો છો ?


(6) કૌભાંડી પ્રધાનો બાબુ બોખીરિયા અને પરસોત્તમ સોલંકી તમારા પ્રધાન મંડળમાં છે , તો શું 6 કરોડ ગુજરાતીઓમાંથી તમને કોઈ ઈમાનદાર વ્યક્તિ પ્રધાન બનાવવા માટે મળતાં જ નથી ?


(7) તમે અંબાણી પરિવારના જમાઈ સૌરભ પટેલને પ્રધાનપદે બેસાડી ઊર્જા , ખાણ - ખનિજ જેવા વિભાગોનો હવાલો તેમને સોંપી એક રીતે તો ગુજરાતના કુદરતી સંસાધનોનો કબજો અંબાણી પરિવારને સોંપી દીધો છે , તમે આવું કેમ કરો છો ?


(8) સમગ્ર ગુજરાતમાં બેરોજગારોની ખરાબ હાલત છે , હમણાં જ તલાટીની 1500 જગ્યાઓ માટે 13 લાખ અરજીઓ આવી , તો પછી બેરોજગારીની સમસ્યા હલ કર્યાનો દાવો તમે કેમ કરો છો ?


(9) તમારી જ સરકાર યુવાનોને મહિને રૃ . 5300 નો ફિક્સ પગાર આપી તેમનું શોષણ કરે છે , શું તમે માનો છો કે કોઈ શિક્ષિત ઈજ્જતદાર માણસ રૃ . 5300 ના પગારમાં તેનું કુટુંબ નિભાવી શકે ?


(10) ગુજરાતમાં સરકારી સ્કૂલો ખરાબ હાલતનો શિકાર છે , અમારી મુલાકાત દરમિયાન 600 વિદ્યાર્થીઓ વચ્ચે 3 અધ્યાપક હોય તેવી કોલેજ જોવા મળી છે , તો આવી શિક્ષણ વ્યવસ્થાથી દેશ કઈ રીતે વિકાસ કરી શકશે ?


(11) ગુજરાતમાં સરકારી આરોગ્ય વિષયક સેવાઓ ઠપ છે , પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો - સામૂહિક આરોગ્ય કેન્દ્રો બંધ પડયા છે અને ખંડેર બની ગયા છે , ડૉક્ટરો નથી , દવાઓ નથી , આવી સ્થિતિમાં ગુજરાતમાં સારી આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો દાવો તમે દેશભરમાં કેમ કરો છો ?


(12) કિસાનો તમારી સરકારમાં દુઃખી છે કેમકે એમને ઉપજના યોગ્ય ભાવ મળતા નથી , પરિણામે તેઓ આત્મહત્યા કરવા મજબૂર થાય છે , હમણાં થોડા વર્ષોમાં ગુજરાતમાં 800 જેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી છે અને તમે એમને અપાતી સબસિડી પણ બંધ કરી દીધી છે .


(13) તમે દેશમાં ફરી ફરીને એવું કહો છો કે , તમારી સરકારે દરેક ગામને વીજળી પહોંચાડી છે , તો પછી 4.5 લાખ ખેડૂતો જેઓ વર્ષોથી વીજળી માગી રહ્યાં છે , તેમને તમે જોડાણો કેમ નથી આપતા ?


(14) તમારી સરકારે ખેડૂતોની ખેતીની જમીન છીનવી છીનવીને તમારા માનીતા ઉદ્યોગપતિઓને કોડીઓના ભાવે આપી દીધી છે , ઘણા ખેડૂતોને વળતર પણ મળ્યું નથી , તમારી સરકારે ખેડૂતોની જમીન અદાણી - અંબાણીને 1 રૃપિયે મીટરના ભાવે આપી દીધી છે , કિસાનો પ્રત્યે તમે આટલા નિર્દયી કેમ છો ?


(15) 2005 માં નર્મદા ડેમની ઊંચાઈ કચ્છમાં પાણી પહોંચાડવાના નામે વધારવામાં આવી પણ આજે 8 વર્ષ પછીયે કચ્છને નર્મદાનું પાણી નથી મળતું અને આ પાણી ઉદ્યોગોને આપી દેવાયું છે , કચ્છના લોકો પ્રત્યે તમે આવો ભેદભાવ કેમ રાખો છો ?


(16) પંજાબમાં જઈને તમે એમ કહ્યું કે , કચ્છના શીખોની જમીન છીનવવામાં નહીં આવે તો પછી સુપ્રીમ કોર્ટમાં તમારી સરકારે કરેલી અરજી કેમ પાછી ખેંચાતી નથી ?


(17) તમે ખાનગી હેલિકોપ્ટરો - પ્લેનોમાં ફરો છો , તમારી પાસે આવા કેટલા હવાઈ જહાજ છે ? આ બધા કોના છે ? તમે આના કેટલા રૃપિયા ચૂકવો છો ? કે પછી તમારા બદલે કોઈ બીજાં ચૂકવે છે ? તમે તમારા હવાઈ ઉડ્ડયનોનો ખર્ચો જાહેર કેમ નથી કરતા ?

No comments:

Post a Comment