Monday 11 November 2013

કાશ્મીર જ નહીં ગુજરાતના આ શહેર પર પણ બગાડી છે પાકિસ્તાને નજર

છાશવારે ઉંબાડીયા કરી જતું પાકિસ્તાન કશ્મીરને પોતાનો ભાગ ગણાવે છે. પરંતુ જાણીને આંચકો લાગશે કે વાતે વાતે ભારતને સળી કરી જતું પાકિસ્તાન આજે પણ બિનસત્તાવાર રીતે ગુજરાતના જૂનાગઢ જિલ્લાને પોતાનું રાજ્ય ગણાવે છે. પાકિસ્તાનના સરકારી ગેઝેટમાં આજે પણ જૂનાગઢ પાકિસ્તાની રાજ્ય હોવાના દસ્તાવેજો સચવાયેલા પડ્યા છે. ઘણી વાર ભારતને સળી કરવા માટે પાકિસ્તાને આ દસ્તાવેજને જાહેર પણ કર્યા છે. જો કે પાકિસ્તાન ગમે તેટલા ધમપછાડા કરે પરંતુ ભૌગોલીક અને રાજકીય રીતે જૂનાગઢ ભારતનો અભિન્ન ભાગ બની ગયું છે. પરંતુ હજુ પાકિસ્તાનીઓ એ વાતનો ફોગટ ગર્વ લે છે કે જૂનાગઢ એ પાકિસ્તાનનો ભાગ છે અને ભારતે એને ગેરકાયદે પચાવી પાડ્યું છે.
11 જુલાઈ 1947ના રોજ બ્રિટીશ પાર્લામેન્ટે ‘ઈન્ડિયન ઈંડિપેન્ડન્સ એક્ટ, 1947’ પસાર કર્યો. આ એક્ટ મુજબ દેશી રજવાડાંઓને પાકિસ્તાન અને ભારત સાથે જોડાણ અથવા સ્વતંત્ર રહેવાની છુટ આપી  હતી. ભારતમાં સરદાર પટેલ અને તેમના સાથી વી.પી. મેનનના અથાગ પ્રયત્નોથી  મોટાભાગે રજવાડાંઓ તો ભારત સાથે જોડાઈ ગયા. પરંતુ હૈદરાબાદ, કશ્મીર અને જૂનાગઢના રાજાઓ પાકિસ્તાન સાથે જોડાવા ઈચ્છતા હતા. આમાં જૂનાગઢ અને હૈદરાબાદ તો ભૌગોલિક રીતે ભારત સાથે જોડાયેલું હોવાથી એ ક્યારેય શક્ય નહોતું. વળી આ બંને રાજ્યની પ્રજા પણ એવું ઈચ્છતી હતી કે તેમનું રાજ્ય ભારત સાથે જોડાય. પરંતુ આ બંને રાજ્યના શાસકો મુસ્લિમ નવાબો હતા. પરિણામે તેઓ પાકિસ્તાન સાથે જોડાવા માંગતા હતા.

No comments:

Post a Comment